નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયાએ એક આર્થિક સહયોગ અને વેપાર સમજૂતી કરી છે. આ સમજૂતી હેઠળ કપડાં, ચામડાં, આભૂષણ અને રમગમતનાં સાધનોના જેવા 95 ટકાથી વધુ ભારતીય માલસામાન માટે કેનબરા વગરે ટેક્સે બજારમાં ઉપલબ્ધ કરાવશે. ભારત અને ઓસ્ટ્રેલિયા આર્થિક સહયોગ અને વેપાર સમજૂતી પર વેપાર અને ઉદ્યોગપ્રધાન પીયૂષ ગોયલ અને ઓસ્ટ્રેલિયાના વેપાર, પર્યન અને રોકાણપ્રધાન ડેન તેહાને હસ્તાક્ષર કર્યા હતા.
ટેક્નોલોજીની મદદથી પૂરા થયેલા વર્ચ્યુઅલ સમારંભમાં વડા પ્રધાન સ્કોટ મોરિસન પણ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ભાર અને ઓસ્ટ્રેલિયા સંબંધો માટે એક મહત્ત્વની ક્ષણ છે. મોરિસને કહ્યું હતું કે આ સમજૂતી ભારતની સાથે ઓસ્ટ્રેલિયાની સાથેના સંબંધો વધુ ગાઢ બનશે. વેપારપ્રધાન ગોયલે કહ્યું હતું કે દ્વિપક્ષી વેપારને 27 અબજ ડોલરથી વધીને 45-50 અબજ ડોલર કરવામાં આવશે.
ઓસ્ટ્રેલિયા પહેલા દિવસથી આશરે 96.4 ટકા નિકાસ પર ભારતને ઝીરો કરવાની રજૂઆત કરી રહ્યું છે, જેના પર ઓસ્ટ્રેલિયામાં હાલમાં 4-5 ટકા ડ્યુટી લાગે છે.
ઓસ્ટ્રેલિયા ભારતનું 17મું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. લેબર સેક્ટર્સથી એને લાભ થશે. આ સેક્ટર્સમાં ટેક્સટાઇલ અને વસ્ત્ર પરિધાન, કૃષિની કેટલીક આઇટમો, મત્સ્ય ઉત્પાદનો, ચામડાં, જૂતાં, ફર્નિચર, આભૂષણ, મશીનરી, વીજનો માલસામાન અને રેલવે વેગન પણ સામેલ છે. નવી દિલ્હી કેનબરાનું નવમું સૌથી મોટું ભાગીદાર છે. 2021માં માલ અને સેવાઓમાં દ્વિપક્ષી વેપાર 27.5 અમેરિકી ડોલર રહ્યો હતો. વર્ષ 2021માં ભારતના માલસામાનની નિકાસ 6.9 અબજ અમેરિકી ડોલર હતી અને આયાત 15.1 અબજ અમેરિકી ડોલર હતી.