નવી દિલ્હી- ટેલિકોમ સેક્ટરમાં છટણીની આશંકા વચ્ચે પ્લેસમેન્ટ કરતી કંપનીઓએ જણાવ્યું છે કે એક વર્ષમાં સ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સે પોતાના વાયરલેસ બિઝનેસનો મોટોભાગ બંધ કરવાની જાહેરાત કરી છે. ટાટા ગ્રુપ પોતાનો મોબાઈલ બિઝનેસ ભારતી એરટેલને વેચી રહ્યું છે. ટેલિકોમ સેક્ટરમાં મોટા ફેરફારો અને કન્સોલિડેશનના કારણે આવનારા એક વર્ષમાં લગભગ 30 હજાર નોકરીઓ ઘટી શકે છે.
રિક્રુટમેન્ટ એક્સપર્ટ્સનુ માનીએ તો ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક એન્જિનિયરિંગ, સેલ્સ અને ડિસ્ટ્રીબ્યૂશન, ટેલિકોમ એન્જિનિયરિંગ, હ્યુમન રિસોર્સ અને ફાઈનાન્સ, કોલ સેન્ટર અને સપોર્ટ ફન્ક્શનસ્ સાથે જોડાયેલા પ્રોફાઈલ્સ માટે મુશ્કેલીઓ વધી જશે. અત્યારે ટેલિકોમ સેક્ટર પર આશરે 8 લાખ કરોડ રૂપિયાનો બોજો છે. રિલાયન્સ જિઓએ આપેલી સસ્તા દરની ઓફરને કારણે આ સેક્ટરના બિઝનેસ પર મોટો ફેરફાર જોવા મળ્યો છે.