શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ, સેન્સેક્સ વધુ 112 પોઈન્ટ ઉછળ્યો

અમદાવાદ– શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. સપ્તાહના છેલ્લા દિવસે પણ સેન્સેક્સ અને નિફટી રેકોર્ડબ્રેક લેવલે બંધ રહ્યા હતા. પીએસયુ બેંકો સહિત રિયલ્ટી અને ઓટોમોબાઈલ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે બીએસઈ સેન્સેક્સ 112.34(0.33 ટકા) વધી 33,685.56 ઑલ ટાઈમ હાઈ બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 28.70(0.28 ટકા) વધી 10,452.50 બંધ થયો હતો.

અમેરિકી સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ સવારે એશિયાઈ સ્ટોક માર્કેટમાં ઉછાળો આવ્યો હતો. તેની પાછળ ભારતીય શેરોના ભાવ પણ ઊંચા ખુલ્યા હતા. ત્યાર પછી લેવાલી અને વેચવાલી એમ બે તરફી કામકાજ જોવાયા હતા. સેન્સેક્સ અને નિફટી બે તરફી વધઘટમાં અથડાયા હતા. ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 33,733.71 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બનાવી હતી, તેમજ ઈન્ટ્રા-ડેમાં નિફટીએ 10,461.70 લાઈફ ટાઈમ હાઈની નવી સપાટી બતાવી હતી.

  • આજે એસબીઆઈ(3.39 ટકા), ટાટા મોટર(2.94 ટકા), ઈન્ડુસઈન્ડ બેંક(2.89 ટકા), ઓએનજીસી(2.05 ટકા) અને લાર્સન(1.99 ટકા) સૌથી વધુ ઊંચકાયા હતા.
  • જ્યારે પાવર ગ્રીડ(2.39 ટકા), સન ફાર્મા(2.17 ટકા), બીપીસીએલ(1.80 ટકા), કૉલ ઈન્ડિયા(1.60 ટકા) અને ગેઈલ(1.51 ટકા) સૌથી વધુ ગગડ્યા હતા.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]