દેશના GDP ગ્રોથમાં યોગદાન આપવામાં મહારાષ્ટ્ર અને ગુજરાત આગળ પડતું રહ્યું છે. જ્યારે છેલ્લા કેટલાક વર્ષમાં આ વર્ષે GDP વૃદ્ધિ મામલે મહારાષ્ટ્ર નબળું પડ્યું છે. જ્યારે ગુજરાતે આ મામલે બાજી મારી હોવાનું ઈકોનોમિક એડવાઈઝરી કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા રિસર્ચ પેપરમાં જાણવા મળ્યું છે. ભારતના જીડીપી ગ્રોથમાં મહારાષ્ટ્રનું યોગદાન છેલ્લા એક દાયકામાં 2.1 ટકા ઘટ્યું છે. જ્યારે ગુજરાતનું જીડીપી યોગદાન 2010-11માં 7.5 ટકાથી વધી 2023-24માં 8.1 ટકા થયુ છે.
મહારાષ્ટ્રનું જીડીપી યોગદાન 2010-11માં 15.2 ટકા હતું. જે 2020-21માં 13 ટકા અને 2023-24માં 13.1 ટકા નોંધાયું છે. જ્યારે ગુજરાતનું જીડીપી યોગદાન 2010-11માં 7.5 ટકા હતું. જે 2020-21માં 8 ટકા અને 2023-24માં 8.1 ટકા થયું છે. જો કે, જીડીપી યોગદાન મામલે દેશમાં હજી પણ મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે. માથાદીઠ આવક મામલે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ પાડ્યું છે. 1960થી માંડી 2010-11 સુધી મહારાષ્ટ્રની માથાદીઠ આવક ગુજરાત કરતાં હંમેશા સૌથી વધુ રહી છે. પરંતુ પાછલા એક દાયકામાં ગુજરાતની માથાદિઠ આવક 160.7 ટકા વધી છે, જ્યારે ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ પાડી દીધુ છે. જ્યારે મહારાષ્ટ્રમાં 150 ટકા નોંધાઈ છે. ઉલ્લેખનીય છે, 1960માં મહારાષ્ટ્રમાં માથાદીઠ આવક 133.7 ટકા અને ગુજરાતની માથાદીઠ આવક 118.3 ટકા હતી. આ રિસર્ચ પેપર અનુસાર, ગોવાની માથાદીઠ આવક 1970થી 2021 સુધીમાં બમણી થઈ છે. 2020-23માં ગોવાની માથાદીઠ આવક દેશની કુલ સરેરાશના ત્રણ ગણી નોંધાઈ છે.