નવી દિલ્હીઃ ઈ કોમર્સ કંપનીઓ જેવી કે એમેઝોન, ફ્લિપકાર્ટ અને મિન્ત્રા દ્વારા એફડીઆઈ અંતર્ગત કોઈપણ નિયમોનું ઉલ્લંઘન ન કરવામાં આવે તેનું ધ્યાન રાખવા માટે એક સ્પેશિઅલ વિંગ બનાવવાનો પ્રસ્તાવ છે. અલગથી બનાવવામાં આવનારી વિંગમાં ઈંડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ પ્રવર્તન નિદેશાલયના અધિકારીઓ હશે કે જેઓ દિશાનિર્દેશોના પ્રવર્તનમાં કોઈપણ પ્રકારના ઉલ્લંઘનો પર નજર રાખશે. આ વિંગ અસ્થાયી છે કારણ કે સરકાર ઈ કોમર્સ પર નેશનલ પોલિસી બનાવી રહી છે જેથી આ સેક્ટરના રેગ્યુલેશનને સુધારી શકાય.
આનો મુખ્ય ઉદ્દેશ્ય નિયમો અંગે રહેલી અસ્પષ્ટતાને દૂર કરવાનો છે. રિલેટર્સનો આરોપ છે કે તેમની મદદથી બિઝનેસ ટૂ કંઝ્યુમર પોલિસીમાં માર્કેટપ્લેસ ઓપરેટર્સ આસાનીથી કામ કરી રહ્યા છે. એમેઝોન ઈંડિયા અને ફ્લિપકાર્ટે જણાવ્યું છે અમે નિયમોના વર્તુળમાં રહીને જ કામ કરી રહ્યા છીએ.
મહત્વનું છે કે માર્કેટપ્લેસ મોડલમાં 100 ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે અને ઈવેન્ટરી બેઝ્ડ મોડલમાં એફડીઆઈને મંજૂરી નથી મળી. માર્કેટપ્લેસ ઓપરેટર્સ પોતાની પાસે ઈવેન્ટરી નથી રાખી શકતા અને પોતાના પ્લેટફોર્મ પર પ્રોડક્ટ નથી વેચી શકતા. તેઓ માત્ર અન્ય વેન્ડર્સ માટે પ્રોસેસની સુવિધા આપી શકે છે.
ઓનલાઈન માર્કેટપ્લેસ પ્રત્યક્ષ અથવા અપ્રત્યક્ષ રીતે પોતાના પ્લેટફોર્મ પર વેચાનારી પ્રોડક્ટ્સની કીંમતોને પ્રભાવિત નથી કરી શકતા. એક ઈ કોમર્સ કંપની એક વેંડર અથવા તેમની ગ્રુપ કંપનિઓથી પોતાના માર્કેટપ્લેસ પર 25 ટકાથી વધારેની સેલ્સ ન કરી શકે.