અતિ વિવાદોની વચ્ચે પણ કમાણીમાં આ નંબર મેળવતાં માર્ક ઝ્કરબર્ગ

વોશિંગ્ટનઃ ફેસબુકના કો-ફાઉન્ડર માર્ક ઝ્કરબર્ગ વોરેન બફેટને પાછળ મ્હાત આપીને દુનિયામાં ત્રીજા નંબરના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. માત્ર 34 વર્ષની ઉંમરના ઝુકરબર્ગે એ સાબિત કરી બતાવ્યું છે કે કેવી રીતે ટેકનિકના સહારે દુનિયામાં પૈસા કમાઈ શકાય છે. દુનિયાના અમીરોની યાદીમાં હવે ઝ્કરબર્ગ માત્ર એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ અને માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સથી જ માત્ર પાછળ રહી ગયા છે. જો કે મહત્વની વાત એ છે કે તેઓ ત્રીજા ક્રમ પર છે એ સારી વાત કહેવાય.

બ્લૂમબર્ગ બિલિયનર્સ ઈન્ડેક્સ અનુસાર ફેસબુકના તાજેતરમાં જ ફેસબૂકના શેર્સમાં 2.4 ટકા જેટલો વધારો નોંધાયો હતો જેને લઈને ઝુકરબર્ગની સંપત્તિમાં વધારો થયો છે. ઝ્કરબર્ગની સંપત્તિનો આંકડો અત્યારે 81.6 અબજ ડોલરની પાર પહોંચી ચૂક્યો છે જે બફેટની સંપત્તિથી 373 મિલિયન ડોલર વધારે છે. થોડા દિવસ પહેલા જ ઝ્કરબર્ગ 87 વર્ષીય રોકાણકાર હૈથવેની સંપત્તિની નજીક પહોંચી ગયા હતા.

ઝ્કરબર્ગની સંપત્તિમાં તેજીથી થયેલો વધારો રોકાણકારો દ્વારા ફેસબુક પર મુકવામાં આવેલા વિશ્વાસનું પરિણામ છે. જો કે આ વર્ષે ફેસબૂકને ડેટા લીક મામલે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આને લઈને સોશિઅલ નેટવર્કિંગ કંપના શેર 27 માર્ચના રોજ 152.22 ડોલરના 8 મહિના પોતાના સૌથી નીચલા સ્તર પર પહોંચી ગયા હતા. પરંતુ આ સપ્તાહે ફેસબૂકના શેર 203.23 અમેરિકી ડોલરના પોતાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]