મુંબઈઃ બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 349મી કંપની ગેટાલોંગ એન્ટરપ્રાઇઝ લિમિટેડ લિસ્ટ થઈ છે. ગેટાલોંગ એન્ટરપ્રાઇઝે રૂ. 10ની મૂળ કિંમતના ૭.૫૦ લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ. ૬૯ની કિંમતે ઓફર કરીને રૂ. ૫.૧૮ કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઇશ્યુ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧એ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
ગેટાલોંગ મહારાષ્ટ્ર સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈમાં છે.કંપની ટ્રેડિંગ વેપાર ધરાવે છે. તેનો પ્રોડક્ટ પોર્ટફોલિયો વૈવિધ્યપૂર્ણ છે. મુખ્યત્વે તે ટેક્સટાઇલ્સ નિકાસ, ગોલ્ડ બુલિયન ટ્રેડિંગ અને મહિલાઓની કાળજી માટેની પ્રોડક્ટ્સ ક્ષેત્રે કામકાજ કરે છે.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પરથી અત્યાર સુધીમાં ૧૧૫ કંપનીઓ મેઇન બોર્ડમાં સ્થળાંતર કરી ચૂકી છે. આ પ્લેટફોર્મ પરથી ૩૪૮ કંપનીઓએ કુલ રૂ. ૩૭૦૩.૨૬ કરોડ એકત્ર કર્યા છે, જેનું માર્કેટ કેપિટલાઇઝેશન ૭ ઓક્ટોબર, 2021એ રૂ. ૩૯,૨૧૮.૩૨ કરોડ હતું. આ સેગમેન્ટમાં બીએસઈ ૬૧ ટકા બજારહિસ્સા સાથે માર્કેટ લીડર છે.