મુંબઈ: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 359મી કંપની ફેબિનો લાઈફ સાયન્સીસ લિ. લિસ્ટ થઈ છે. ફેબિનો લાઈફ સાયન્સીસ લિ.નો રૂ.10ની મૂળ કિંમતના 9,00,000 ઈક્વિટી શેર્સનો કુલ રૂ.3.24 કરોડનો પબ્લિક ઈશ્યુ 5 જાન્યુઆરી, 2022ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ઈક્વિટી શેર્સ રૂ.36ની કિંમતે ઓફર કરવામાં આવ્યા હતા.
ફેબિનો લાઈફ સાયન્સીસ લિ. હરિયાણા સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ સોનીપતમાં છે. કંપની ફાર્માસ્યુટિકલ, એલોપેથિક, હર્બલ, વેટરનરી અને અન્ય વેલનેસ ફોકસ કંઝ્યુમર પ્રોડક્ટ્સ, પેકિંગ, ટ્રેડિંગ અને વગેરેમાં કાર્યરત છે. કંપનીનો મુખ્ય બિઝનેસ ડોમેસ્ટિક માર્કેટમાં ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન અને પ્રોડક્ટ્સમાં એથિકલ માર્કેટિંગ છે. કંપની વેલનેસ અને કોફી, પ્રોટીન પાવડર, હેર શેમ્પૂ જેવા એફએમસીજી (ફાસ્ટ-મુવિંગ કંઝ્યુમર ગુડ્સ) પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.