ઈન્ડિયા-આઈએનએક્સનો ક્લિંગ બ્લોક ચેઈન આઈએફએસસી સાથે કરાર

મુંબઈ તા.13 જાન્યુઆરી, 2022: ઈન્ડિયા આઈએનએક્સએ ડિજિટલ આધારિત પ્રોડક્ટ્સ શોધવા અને તેને લોન્ચ કરવા ક્લિંગ બ્લોક ચેઈન આઈએફએસસી પર્રા. લિ. સાથે સમજૂતી કરાર કર્યો છે. કિંગ બ્લોક ચેઈન આઈએફએસસી પ્રા. લિ. કોસ્મીઆ હોલ્ડિંગ્સ અને ક્લિંગ ટ્રેડિંગ ઈન્ડિયા પ્રા.લિ.નું સમાન ભાગીદારીનું સંયુક્ત સાહસ છે.

વૈશ્વિક મૂડીબજારમાં ડિજિટલ એસેટ્સ પ્રતિ મુખ્ય પ્રવાહનું ધ્યાન આકર્ષિત થયેલું છે. આ નવા યુગની એસેટ્સ લોન્ચ કરવા માટે આઈએફએસસીએ પાસે રેગ્યુલેટરી સેન્ડબોક્સ હેઠળ સંયુક્ત અરજી કરવામાં આવી છે. આ પ્રસંગે ઈન્ડિયા આઈએનએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ વી. બાલાસુબ્રહ્મણિયમે કહ્યું કે ગિફ્ટ આઈએફએસસી ખાતે ઈન્ડિયા આઈએનએક્સ ડિજિટલ પ્રોડક્ટ્સ સંશોધિત કરી લોન્ચ કરવા માગે છે અને એ માટેની મંજૂરી પ્રાપ્ત કરવા સંયુક્તપણે અરજી પણ કરવામાં આવી છે.

કોસ્મીઆ ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સ પ્રા. લિ. એક મૂડીરોકાણ કંપની છે, જે સૌમેન ઘોષ દ્વારા થોડાં ખાનગી ઈક્વિટી ફંડ્સના ટેકા સહ સ્થાપવામાં આવી છે. કોસ્મીઆ તેની સબસિડિયરીઓ મારફતે બીએસઈ અને એનએસઈ મેમ્બર, સેબી અધિકૃત રિસર્ચ એનલિસ્ટ, સ્ટોક બ્રોકર, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સ છે અને તેણે સ્મોલ બેન્કની સ્થાપના માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયામાં અરજી કરી છે.