આદિત્ય બિરલા ફેશન ‘મસાબા’માં 51% હિસ્સો ખરીદશે

મુંબઈઃ આદિત્ય બિરલા ફેશન એન્ડ રીટેલ લિમિટેડ કંપનીએ જાણીતાં ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. લોકપ્રિય થયેલી અને સમકાલીન એવી ‘મસાબા’ બ્રાન્ડની સાત વર્ષ જૂની હાઉસ ઓફ મસાબા લાઈફસ્ટાઈલ પ્રાઈવેટ લિમિટેડમાં રૂ. 90 કરોડમાં 51 ટકા હિસ્સો ખરીદી માટે સમજૂતી કરાર કરીને અબજોપતિ કુમારમંગલમ બિરલાના નેતૃત્ત્વ હેઠળની આદિત્ય બિરલા ફેશન કંપની નવી પેઢીના ફેશન અને લાઈફસ્ટાઈલ બિઝનેસ પર લક્ષ મજબૂત કરવા ધારે છે.

આ ભાગીદારી સાથે મસાબા બ્રાન્ડ આવતા પાંચ વર્ષમાં આશરે રૂ. 500 કરોડની વાર્ષિક આવક હાંસલ કરવા ધારે છે. આ ભાગીદારી સાથે આદિત્ય બિરલા ફેશન દેશમાં બ્યૂટી અને પર્સનલ કેર માર્કેટમાં એન્ટ્રી કરશે. આ માર્કેટમાં દેશી બ્રાન્ડ્સ ખૂબ ડીમાન્ડમાં છે. 33 વર્ષીય મસાબા ગુપ્તા જાણીતાં ફિલ્મ અને ટીવી સિરિયલ અભિનેત્રી નીના ગુપ્તા અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર-કેપ્ટન વિવિયન રિચર્ડ્સની પુત્રી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]