ગિફ્ટ આઈએફએસસી એક્સચેન્જીસ ખાતે આરઈસીનાં $75-કરોડનાં ગ્રીન બોન્ડ્સનું લિસ્ટિંગ

મુંબઈ: આરઈસી (રૂરલ ઈલેકટ્રિફીકેશન કોર્પોરેશન) લિમિટેડે તાજેતરમાં 7 અબજ યુએસ ડોલરના ગ્લોબલ મીડિયમ ટર્મ પ્રોગ્રામ હેઠળ એકત્ર કરેલા 75 કરોડ ડોલરનાં ગ્રીન બોન્ડ્સનું લિસ્ટિંગ મેળવ્યું છે. આ નિમિત્તે ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસીસ સેન્ટર્સ ઓથોરિટી (આઈએફએસસીએ)ના ચેરમેન ઈંજેતી શ્રીનિવાસની મુખ્ય મહેમાન તરીકેની ઉપસ્થિતિમાં એક સમારંભ યોજાયો હતો, જેમાં આરઈસીના મેનેજિંગ ડિરેક્ટર વિવેક કુમાર દેવાંગણ, ફાઈનાન્સ ડિરેક્ટર અજોય ચૌધરી અને ઈન્ડિયા આઈએનએક્સ અને એનએસઈ આઈએફએસસીના  અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આરઈસી લિમિટેડના 75 કરોડ યુએસ ડોલરનાં ગ્રીન બોન્ડ્સના ગિફ્ટ આઈએફએસસી સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ પ્રસંગે (ડાબેથી જમણે) અજોય ચૌધરી, આરઈસી લિમિટેડના ડિરેક્ટર (ફાઈનાન્સ), વી. બાલાસુબ્રમણિયમ, એમડી અને સીઈઓ, એમએસઈ ઈન્ટનેશનલ એક્સચેન્જ, વિવેક કુમાર દેવાંગણ, સીએમડી, આરઈસી લિમિટેડ, ઈંજેતી શ્રીનિવાસ, ચેરમેન, આઈએફએસસીએ, અરુણકુમાર ગણેશન, ચીફ બિઝનેસ ઓપરેશન્સ અને લિસ્ટિંગ, ઈન્ડિયા આઈએનએક્સ, પ્રવીણ ત્રિવેદી, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, આઈએફએસસીએ.

આરઈસી લિમિટેડના એમડી વિવેક કુમારે કહ્યું હતું કે, કે વિશ્વના રોકાણકારોમાં ગ્રીન બોન્ડ્સ સ્વીકાર્ય બની રહ્યાં છે, એ જોઈને અમે આઈએફએસસી સ્ટોક એક્સચેન્જીસ પર આરઈસીના એક્સક્લુઝિવ લિસ્ટિંગનો નિર્ણય કર્યો. આ ગ્રીન બોન્ડ ઈશ્યુ આરઈસીના આંતરરાષ્ટ્રીય મૂડીબજારમાંના દરજ્જાને મજબૂત બનાવે છે. આરઈસી દેશના પર્યાવરણીય સંબંધિત લક્ષ્યોને પૂરા કરવાની દિશામાં આગળ વધવા સજ્જ છે.

આઈએફએસસીએના ચેરમેન ઈંજેતી શ્રીનિવાસે કહ્યું કે મહારત્ન કંપની આરઈસી લિમિટેડે એનાં ગ્રીન બોન્ડ્સ આઈએફએસસી એક્સચેન્જીસમાં લિસ્ટ કર્યાં એનો અમને આનંદ છે. આ લિસ્ટિંગ સાથે ઈએસજી ગણાતાં બોન્ડ્સનો આંકડો 10 અબજ યુએસ ડોલરને આંબી ગયો છે. ગિફ્ટ આઈએફએસસી દેશના સસ્ટેનેબલ પ્રોજેક્ટ્સ માટેની વિદેશી મૂડી એકત્ર કરવાનો પ્રવેશમાર્ગ બની રહ્યો છે.

આરઈસીના ઈશ્યુને 161 રોકાણકારોનો પ્રતિસાદ સાંપડ્યો હતો અને ઈશ્યુ સાડા ત્રણ ગણો છલકાઈ ગયો હતો.

ઈન્ટરનેશનલ એક્સચેન્જના સીઈઓ અને એમડી વી. બાલાસુબ્રહ્મણિયમે કહ્યું કે એનએસઈ ઈન્ટરનેશનલ અને ઈન્ડિયા આઈએનએક્સમાં મળીને 7 અબજ યુએસ ગ્લોબલ મીડિયમ ટર્મ નોટ પ્રોગ્રામ હેઠળ કુલ 4.75 અબજ ડોલરનાં બોન્ડ્સનું લિસ્ટિંગ થયું છે. મને વિશ્વાસ છે કે દેશના અન્ય ઈશ્યુઅર્સ પણ આઈએફએસસી એક્સચેન્જીસ પર લિસ્ટિંગ માટે આગળ આવશે. અમે આઈએફએસસી એક્સચેન્જીસને સસ્ટેનેબલ ફાઈનાન્સિયલ ગ્લોબલ હબ બનાવવા માગીએ છીએ.

ઈન્ડિયા આઈએનએક્સના ચીફ બિઝનેસ ઓપરેશન્સ એન્ડ લિસ્ટિંગ અરુણકુમાર ગણેશને કહ્યું કે અમે આરઈસીના 75 કરોડ યુએસ ડોલર બોન્ડ્સના ઈશ્યુના લિસ્ટિંગને આવકારીએ છીએ અને તેમણે દેશના આઈએફએસસીમાં મૂકેલા વિશ્વાસનો અમને આનંદ છે. એક્સક્લુઝિવલી લિસ્ટેડ હોવાને પગલે તેમને વિથહોલ્ડિંગ ટેક્સમાં ચાર ટકાનો લાભ થશે. આ દર્શાવે છે કે ઈન્ડિયા આઈએનએક્સ અને ગિફ્ટ આઈએફએસસી વૈશ્વિક રોકાણકારો પાસેથી ભંડોળ એક્તર કરવા માટેનું ભરોસાપાત્ર સ્પર્ધાત્મક સ્થાન છે.