ESIC લાભાર્થીઓને હવે બધા જિલ્લાઓમાં આરોગ્ય-સેવાઓ મળશે

નવી દિલ્હીઃ કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) હેઠળ વીમાધારક (IP)ને એક એપ્રિલથી બધા 735 જિલ્લાઓમાં ESIC હેઠળ આરોગ્ય સેવાઓ મળશે, એમ એક અધિકારીએ આ માહિતી આપી હતી. હાલમાં ESICના IP માટે આરોગ્ય સેવાઓ 387 જિલ્લાઓમાં સંપૂર્ણ રીતે અને 187 જિલ્લામાં આંશિક રૂપે ઉપલબ્ધ છે. 161 જિલ્લા એવા છે, જ્યાં આ સુવિધા ઉપલબ્ધ નથી.

ESIC આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (એબીપીએમજેએવાય) હેઠળ પેનલમાં આવતી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવે છે. આ વિશે કેટલાક મહિના પહેલાં કરાર થયો હતો.ચ

ESICની સ્થાયી સમિતિના સભ્ય એસ. પી. તિવારીએ કહ્યું હતું કે સ્થાયી સમિતિની બુધવારે બેઠકમાં એક વ્યવસ્થાને બજેટના પ્રસ્તાવોની મંજૂરી આપી છે. એના હેઠળ એબીએમજેએકવાયની પેનલમાં આવતી હોસ્પિટલ IPને એક એપ્રિલ, 2021થી દેશના બધા જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.