નવી દિલ્હીઃ એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)એ વર્ષ 2023-24 માટે કર્મચારી પ્રોવિડન્ટ ફંડ (EPF) જમા રકમ પર વ્યાજદર 8.25 ટકા નક્કી કર્યા છે, જે પાછલા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. EPFOએ માર્ચ 2023માં EPF પર વ્યાજદરને મામૂલી વધારીને 8.15 ટકા કર્યા હતા, જે 2021-22માં 8.10 ટકા હતા.
જેથી હવે PF ખાતાધારકોને નાણાકીય વર્ષ 2023-24 માટે તેમના PF નાણાં પર 8.25 ટકાના દરે વ્યાજ મળશે. EPFOએ માર્ચ, 2022માં વર્ષ 2021-22 માટે EPF પર વ્યાજદર ઘટાડીને 8.1 ટકા કરી દીધો હતો, જે ચાર દાયકામાં સૌથી ઓછો હતો. EPFOના ટ્રસ્ટી મંડળની આ 235મી બેઠક છે. CBT મીટિંગના એજન્ડામાં વ્યાજ દરોનો સમાવેશ થાય તેવી અપેક્ષા છે. PF પરના વ્યાજદરમાં અમુક અંશે વધારો કરી શકે છે. જો આમ થશે તો લાખો નોકરિયાત લોકોને આ નિર્ણયથી ફાયદો થશે.
STORY | EPFO fixes 8.25 pc interest rate on employees' provident fund for 2023-24
READ: https://t.co/pOuWXccWl4 pic.twitter.com/iY10TVohvJ
— Press Trust of India (@PTI_News) February 10, 2024
CBTના નિર્ણય પછી વર્ષ 2023-24 માટે EPF જમા પર વ્યાજદર સંબંધી નિર્ણયને મંજૂરી માટે નાણાં મંત્રાલયની પાસે મોકલવામાં આવશે. ત્યાર બાદ વ્યાજ ખાતાધારકોના ખાતાંમાં જમા કરવામાં આવશે.
હાલમાં EPFOના છ કરોડથી વધુ ગ્રાહકો છે. ખાસ કરીને પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકો માટે EPFOમાં જમા કરવામાં આવેલા પૈસા સૌથી મોટી સામાજિક સુરક્ષા છે. દર મહિને PFના નામે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓના પગારમાંથી એક નિશ્ચિત હિસ્સો કાપવામાં આવે છે. પીએફમાં યોગદાન એમ્પ્લોયર દ્વારા કરવામાં આવે છે. નોકરી ગુમાવવા, બાંધકામ અથવા મકાન ખરીદવા, લગ્ન, બાળકોના શિક્ષણ અથવા નિવૃત્તિના કિસ્સામાં કર્મચારીઓ પીએફના નાણાં ઉપાડી શકે છે.