ઈલોન મસ્કે ટ્વિટર ખરીદવાનો સોદો અટકાવી દીધો

સેન ફ્રાન્સિસ્કોઃ ટેસ્લાના સ્થાપક ઈલોન મસ્કે સોશ્યલ મિડિયા કંપની ટ્વિટરને ખરીદવાનું હાલપૂરતું હોલ્ડ પર રાખી દીધું છે. મસ્કે 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદવાનો સોદો કર્યો છે.

મસ્કે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર સાથે એમનો થયેલો સોદો અચોક્કસ સમય સુધી અટકાવી દેવામાં આવ્યો છે. એમનું કહેવું છે કે, ટ્વિટર પર સ્પેમ અથવા ફેક (નકલી) એકાઉન્ટની સંખ્યા શું ખરેખર પાંચ ટકાથી ઓછી છે? આ ગણતરીની વિગત હજી સુધી અમને મળી નથી. તેથી હાલપૂરતું આ સોદાને હોલ્ડ પર રાખવામાં આવ્યો છે.