નવી દિલ્હીઃ કોરોના રોગચાળાને કારણે વિશ્વમાં અનેક મોટા ફેરફારો જોવા મળ્યા છે. આમ રોગચાળા પછી લોકોની જીવનશૈલી અને ખાણીપીણીમાં આમૂલ પરિવર્તન જોવા મળ્યું છે. કોરોના કાળ પછી લોકો આરોગ્યને લઈને સજાગ બન્યા છે. એની અસર ઓનલાઇન ખરીદીમાં જોવા મળી છે. લોકો હવે મીઠાઈઓને બદલે શુગર ફ્રી ચોકલેટ અને વિવિધ પ્રકારના નમકીન ઓર્ડર કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે, એમ ઓનલાઇન ગિફ્ટિંગ કંપની વિન્નીના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
લોકો હવે ડાયાબિટીઝને લઈ વધુ જાગરુક થયા છે. ડાયાબિટીઝ અથવા સુગરના દર્દીઓ માટે કોરોનાથી વધુ જીવલેણ સાબિત થયો છે. ગયા વર્ષની તુલનાએ ગિફ્ટિંગની ઓનલાઇન ખરીદીમાં 50 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2017ની તુલનાએ હવે એ વેપાર 150 ટકા વધી ચૂક્યો છે.
વિન્નીએ સહસંસ્થાપક અને CEO સુજિતકુમાર મિશ્રાએ રિપોરિટ જાહેર કરતાં જણાવ્યું હતું કે વિશ્વઆખાના અર્થતંત્ર નાજુક દોરથી પસાર થઈ રહી છે. જેની અસર ભારતીય અર્થતંત્ર પર પણ પડી છે. તહેવારોમાં ખરીદદારીનો ટ્રેન્ડ સ્પષ્ટ નજરે પડી રહ્યો છે. સામાન્ય રીતે દિવાળી પર મીઠાઈઓ ગિફ્ટ કરવાનું વલણ હતું, પણ ડાયાબિટીઝના દર્દીઓ માટે કોરોના જીવલેણ સાબિત થયા પછી હવે મીઠાઈને બદલે શુગર ફ્રી ચોકલેટ અને ડ્રાયફ્રૂટ ચોકલેટની ખપતમાં નોંધપાત્ર વધારો થયો છે. વલી, એ ટિયર-2, ટિયર-3 અને નાનાં નગરોમાં પણ લોકો મીઠાઈઓને બદલે નમકીન અને શુગર ફ્રી મીઠાઈઓના વેચાણમાં ખાસ્સો વધારો થયો છે.