અમેરિકામાં કન્સલ્ટિંગ કંપની ડેલોઇટ 1200 કર્મચારીઓની છટણી કરશે

વોશિંગ્ટનઃ મંદીની આશંકા વચ્ચે અનેક કંપનીઓએ છટણીની જાહેરાત કરી છે. હવે આ લિસ્ટમાં વધુ એક કંપની ડેલોઇટ પણ સામેલ થઈ ગઈ છે. ડેલોઇટે અમેરિકામાં આશરે 1200 કર્મચારીઓની છટણી કરવાનું એલાન કર્યું છે. એ કંપનીના કુલ કર્મચારીઓના આશરે 1.4 ટકા છે. ડેલોઇટ બિઝનેસ કન્સલ્ટિંગ સાઇડમાં મંદીને પગલે આ એલાન કર્યું છે. એ સાથે કંપની ચાર મોટી ફાઇનાન્સિયલ કન્સલ્ટિંગ કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. આ છટણીથી ફાઇનાન્શિયલ એડવાઇઝરી બિઝનેસને અસર થશે.

કંપનીના મેનેજિંગ ડિરેક્ટર જોનાથન ગંડાલે ઈમેઇલમાં કહ્યું હતું કે અમારા બિઝનેસમાં ક્લાયન્ટ ડિમાન્ડ જારી છે. તેમણે એ કહેવાથી ઇનકાર કર્યો હતો કે ગ્રોથ ધીમો પડ્યો છે. ડેલોઇટની એન્યુઅલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ અનુસાર USમાં કંપનીના કર્મચારીઓની સંખ્યા 2021માં 65,000થી વધીને 80,000 થઈ ગઈ હતી.

લંડન હેડક્વાર્ટરવાળી આ કંપનીએ 2022માં 59.3 અબજ ડોલરની વાર્ષિક આવક નોંધાવી હતી. ડેલોઇટ સિવાય KPMGએ ફેબ્રુઆરીમાં ઘોષણા કરી હતી કે કંપની અમેરિકામાં કર્મચારીઓની સંખ્યામાં બે ટકાનો ઘટાડો કરશે.