ક્રિપ્ટોમાં ઘટાડાનું વલણઃIC15 ઇન્ડેક્સ 3249 પોઇન્ટ તૂટ્યો

મુંબઈઃ રશિયાએ યુક્રેનમાં કરેલા નુકસાનની સાથે-સાથે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પણ મોટાં ગાબડાં પાડ્યાં છે. સતત ત્રીજા દિવસે ક્રિપ્ટો માર્કેટમાં ઘટાડાનું વલણ ચાલુ રહ્યું હતું અને શનિવારે બિટકોઇન 40,000ની સપાટીની નીચે ઘૂસી ગયો હતો.

બીજી તરફ અમેરિકામાં વધી રહેલા ફુગાવાને કારણે પણ રોકાણકારોનું માનસ ખરડાયેલું છે. સમગ્ર યુરોપ તથા અન્ય પ્રદેશોમાં પુરવઠાના પ્રશ્નો નિર્માણ થયા છે.

રશિયાએ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિને જણાવ્યું છે કે યુક્રેનના ખાર્કિવ અને સુમી શહેરોમાં ફસાયેલા ભારતીય તથા અન્ય દેશોના વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવા માટે રશિયાની બસો તૈયાર છે.

આ સંજોગોમાં ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલા વિશ્વના સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15માં શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં ઇન્ટ્રા-ડે ધોરણે 3,535 પોઇન્ટનો ઉતારચડાવ થયા બાદ ઇન્ડેક્સ 5.48 ટકા (3249 પોઇન્ટ) ઘટીને 56,133 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 59,382 ખૂલીને 59,668 સુધીની ઊંચી અને 56,133 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

 

IC15 ઇન્ડેક્સની હિલચાલ

ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
59,382 પોઇન્ટ 59,668 પોઇન્ટ 56,133 પોઇન્ટ 56,133
પોઇન્ટ
ડેટાનો સમયઃ 5-3-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]