બીએસઈ, તામિલનાડુ ટ્રેડ-ઈન્વેસ્ટમેન્ટ બ્યુરો વચ્ચે કરાર

મુંબઈ: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર એમએસએમઈ કંપનીઓના લિસ્ટિંગને ઉત્તેજન આપવા બીએસઈ અને તામિલનાડુના ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન બ્યુરો વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યો છે.

આ સમજૂતી કરાર હેઠળ બ્યુરો જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો મારફત એસએમઈ પ્રતિનિધિઓને એકત્ર કરવામાં અને રાજ્ય અને પ્રાદેશિક એસોસિયેશન્સને તેમના સભ્યોને કૌશલ વિકાસ પ્રોગ્રામ્સમાં હાજરી આપવામાં સહાય કરશે, જ્યારે બીએસઈ કૌશલ અને જાણકારી પૂરી પાડશે અને તામિલનાડુનાં એસએમઈના લિસ્ટિંગ માટે આવશ્યક ટેકો પૂરો પાડશે. આ ઉપરાંત બીએસઈ તામિલનાડુનાં એસએમઈમાં લિસ્ટિંગ સંબંધિત જાગૃતિ લાવવા  બૌદ્ધિક સંસાધનો તેમ જ માનવબળ પૂરું પાડશે.

આ પ્રસંગે બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટ-અપના હેડ અજય ઠાકુરે કહ્યું કે એમએસએમઈ ટ્રેડ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન સાથેના જોડાણનો અમને આનંદ છે. બ્યુરો મારફત અમે તામિલનાડુના વધુને વધુ એસએમઈ સુધી પહોંચી તેમનામાં લિસ્ટિંગ સંબંધિત જાગૃતિનો પ્રસાર કરીશું. આ માટે બીએસઈ એક કેન્દ્રીય વ્યક્તિની નિમણૂક કરશે જે બીએસઈમાં લિસ્ટિંગ રજિસ્ટ્રેશન સંબંધિત પ્રારંભથી લઈને અંત સુધીની બાબતો સંભાળશે.

ઉક્ત ભાગીદારી વિશે બ્યુરોના જનરલ મેનેજર શક્તિવેલ એસ.એ કહ્યું કે બીએસઈ દેશનું અગ્રણી એક્સચેન્જ ગ્રુપ છે અને તેણે દેશના મૂડીબજારના વિકાસમાં મોખરાની ભૂમિકા ભજવી છે. આ કરારથી તામિલનાડુનાં એસએમઈઝને આઈપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરી બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટિંગ પ્રાપ્ત કરવાની તક મળી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]