આઇસી15 ઇન્ડેક્સમાં 822 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે ઘટાડો નોંધાયો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.72 ટકા (822 પોઇન્ટ) ઘટીને 47,037 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 47,859 ખૂલ્યા બાદ 47,901ની ઉપલી અને 46,868ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના મોટાભાગના કોઇન ઘટ્યા હતા, જેમાંથી ચેઇનલિંક, સોલાના, પોલીગોન અને અવાલાંશ મુખ્ય ઘટેલા કોઇન હતા. એમાં 3થી 6 ટકાની રેન્જમાં ઘટાડો થયો હતો. ડોઝકોઇન અને શિબા ઇનુમાં 2 ટકા વૃદ્ધિ થઈ હતી.

દરમિયાન, ભારતની મીડિયા ક્ષેત્રની અગ્રણી કંપની શેમારૂ એન્ટરટેઇનમેન્ટે બોલીવૂડને મેટાવર્સમાં લાવવા માટે સેન્ડબોક્સ સાથે સહકાર સાધ્યો છે. બીજી બાજુ, યુનાઇટેડ કિંગડમની સરકાર ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ક્ષેત્રે બ્લોકચેઇન ટેક્નોલોજીનો ઉપયોગ કરવા વિશે વિચારી રહી છે. ઇન્વેસ્ટમેન્ટ મેનેજરોને ફંડ્સ ટોકનાઇઝેશન માટે મંજૂરી આપવામાં આવી છે.

અન્ય એક અહેવાલ મુજબ સ્ટેબલકોઇનની ઇસ્યૂઅર સર્કલે જાપાનમાં યુએસડીસીનો અને વેબ3નો ઉપયોગ વધારવાના ઉદ્દેશ્યથી જાપાની નાણાકીય કંપની એસબીઆઇ હોલ્ડિંગ્સ સાથે ભાગીદારી કરી છે. હોંગકોંગમાં ઇન્વેસ્ટમેન્ટ કંપની – વિક્ટરી સિક્યોરિટીઝે રિટેલ ક્લાયન્ટ્સને ક્રીપ્ટોકરન્સી સર્વિસીસ પૂરી પાડવા માટે સિક્યોરિટીઝ એન્ડ ફ્યુચર્સ કમિશન પાસેથી મંજૂરી મેળવી લીધી છે.