ક્રેડિટ હિસ્ટ્રી વગરના ગ્રાહકોને પણ સરળતાથી મળશે લોન…

નવી દિલ્હીઃ ક્રેડિટ બ્યૂરો ક્રિફ હાઈમાર્ક અને ક્રેડિટ વિદ્યા વચ્ચે ભાગીદારી થઈ છે. આ ભાગીદારીનો ઉદ્દેશ્ય, એવા ગ્રાહકોને સરળતાથી લોન આપવાનો છે જેમની કોઈ ક્રેડિટ હિસ્ટ્રી નથી. ક્રેડિટ વિદ્યા એક ડેટા એનાલિટિક્સ કંપની છે.

ક્રિફ હાઈ માર્ક અને ક્રેડિટ વિદ્યા વચ્ચે થયેલી આ ભાગીદારી અંતર્ગત, જો કોઈ ગ્રાહકે પહેલા કોઈ ક્રેડિટ કાર્ડ અથવા લોન લીધી છે તો તેનો વેલ્યૂ એડેડ રિપોર્ટ જોવામાં આવશે. ક્રેડિટ વિદ્યાના સીઈઓ અને સહ-સંસ્થાપક અભિષેક અગ્રવાલે કહ્યું કે, ગ્રાહકોના ગત ડેટા સીવાય, અમે ડિજિટલ ફુટપ્રિન્ટ્સ દ્વારા વધારે ડેટા એકત્ર કરીએ છીએ.

અને ત્યારબાદ અમે આ બંન્ને ડેટાને જોઈએ છીએ અને લેન્ડરને રિપોર્ટ સોંપી દઈએ છીએ. આ લોકો નિર્ણય કરે છે કે ગ્રાહકોને લોન આપવી જોઈએ કે નહી. આનો ઉદ્દેશ્ય છે કે જો કોઈ મોટી બેંક અથવા એનબીએફસી પ્રથમ વાર લોન લેનારા વ્યક્તિને લોન આપી શકીએ તો, તેમને સસ્તા દરોમાં લોન મળી શકે.

વિશેષજ્ઞો અનુસાર, માઈક્રો-ફાઈનાન્સના ક્ષેત્રમાં ક્રિફ હાઈમાર્કની મજબૂત પકડ છે. આ ક્ષેત્રમાં ક્રેડિટ હિસ્ટ્રીને અપર્યાપ્ત માનવામાં આવે છે. ક્રિફ હાઈમાર્કના એમડી અને સીઈઓ કલ્પના પાંડેએ કહ્યું કે જ્યાં ક્રેડિટ હિસ્ટ્રી હોય છે, અમે તેને વ્યાપક રુપથી આપવા જઈ રહ્યા છીએ. સાથે જ ક્રેડિટવિદ્યા સાથે અમે બીજા ડેટા પર કામ કરીશું જેથી લોન દેનારી કંપની ગ્રાહક મામલે પુરી જાણકારી પ્રાપ્ત કરી શકે.

ક્રિફ હાઈમાર્ક પાસે અત્યારે આશરે 1.6 અબજ રેકોર્ડ છે અને આ દેશમાં દરેક સેગમેન્ટના ગ્રાહકોને કવર કરે છે. આનો ડેટાબેઝ અને એનાલિટિક્સ ભારતમાં બનાવવામાં આવ્યું છે. ક્રેડિટવિદ્યાનું અનુમાન છે કે પ્રથમવાર લોન લેનારા ગ્રાહકો વાળા સેગમેન્ટની વાત કરીએ તો આની સંખ્યા આશરે 35 કરોડ છે.