ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફરી ઉછાળો: આઇસી15-ઇન્ડેક્સ 2,143-પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઈક્વિટી બજારની જેમ ફરીથી તેજી આવતી દેખાય છે. બુધવારે રોકાણકારોએ વધુ જોખમ લેવાની તૈયારી બતાવતાં અને અમેરિકન સ્ટોક્સ ફ્યુચર્સમાં દેખાયેલી વૃદ્ધિને અનુલક્ષીને બજાર વધ્યું હતું. બિટકોઇન ઇન્ટ્રાડે ધોરણે 23,749 ડોલરના ભાવે પહોંચ્યા બાદ આ લખાઈ રહ્યું ત્યારે 23,500ની નજીક ચાલી રહ્યો છે. 13મી જૂન પછી પહેલી વાર એનો ઉંચો ભાવ બોલાયો હતો.

કંપનીઓનાં પ્રોત્સાહક પરિણામોને પગલે અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં વૃદ્ધિ થઈ છે. વિશ્વની સૌથી મોટી ઈકોનોમી હાલ મંદીમાં નહીં સરકે એવી આશા તેની પાછળ કારણભૂત છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 6.89 ટકા (2,143 પોઇન્ટ) વધીને 33,219 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 31,315 ખૂલીને 33,395 સુધીની ઉપલી અને 31,001 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
31,076 પોઇન્ટ 33,395 પોઇન્ટ 31,001 પોઇન્ટ 33,219 પોઇન્ટ

ડેટાનો સમયઃ 20-7-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)