ક્રીપ્ટોમાં સુધારો યથાવત્: આઇસી15-ઇન્ડેક્સ 1,123 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં રોકાણકારોએ ઓછા ભાવે ખરીદીની તકનો લાભ લેતાં મંગળવારે માર્કેટમાં સુધારો આગળ વધ્યો હતો. બિટકોઇન 30,500 ડોલરની ઉપર ટ્રેડ થવા લાગ્યો હતો.

આંકડાઓ પરથી જાણવા મળે છે કે ક્રીપ્ટોકરન્સી હજી ઘટશે એવું માનનારા ટ્રેડરોએ ઓળિયાં સુલટાવી દીધાં હતાં. બધાં એક્સચેન્જો મળીને 135 મિલ્યન ડોલર કરતાં વધુનાં ઓળિયાં લિક્વિડેટ કરાયાં હતાં. તેમાં લોંગ કરતાં શોર્ટ ઓળિયાંનું પ્રમાણ 1.17 ગણું વધારે હતું.

ક્રીપ્ટોકરન્સીના ભાવ વધ્યા હતા, પરંતુ ટ્રેડિંગ વોલ્યુમ ઓછું રહ્યું હતું. ક્રીપ્ટો ફીયર એન્ડ ગ્રીડ ઇન્ડેક્સ એક વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો હતો.

પાછલા ચોવીસ કલાસમાં બિટકોઇન 3 ટકા કરતાં વધારે વધીને 30,600 અને ઈથેરિયમ પણ લગભગ એટલો જ વધીને 2,100 ડોલરની આસપાસ પહોંચ્યા હતા.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 મંગળવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.75 ટકા (1,123 પોઇન્ટ) વધીને 42,020 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 40,897 ખૂલીને 41,219 સુધીની ઉપલી અને 40,214 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
40,897 પોઇન્ટ 41,219 પોઇન્ટ 40,214 પોઇન્ટ 42,020 પોઇન્ટ

ડેટાનો સમયઃ 17-5-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)