ગૂગલે ભૂતપૂર્વ FDAની સિનિયર ડિરેક્ટર તરીકે નિમણૂક કરી

વોશિંગ્ટનઃ ગૂગલે વૈશ્વિક ડિજિટલ હેલ્થ સ્ટ્રેટેજીના ભાગરૂપે નવા સિનિયર ડિરેક્ટર તરીકે ભૂતપૂર્વ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) લીડર બકુલ પટેલની નિમણૂક કરી છે. બકુલ પટેલ FDAમાં એક દાયકાથી વધુ સમય વિતાવ્યો છે અને હાલમાં જ તેઓ ગ્લોબલ સ્ટ્રેટેજી એન્ડ ઇન્નોવેશનના ચીફ ડિજિટલ હેલ્થ ઓફિસર હતા.

લિકન્ડઇન પોસ્ટમાં તેમણે આ પગલાની જાહેરાત કરતાં લખ્યું હતું કે હું ગૂગલ  અને આલ્ફાબેટમાં ડિજિટલ હેલ્થ અને નિયામકીય વ્યૂહરચના બનાવવામાં મદદ કરવા માટે ઉત્સુક છું.

વિશ્વની મોટી ટેક કંપનીઓની જેમ ગૂગલે પણ છેલ્લાં કેટલાંક વર્ષોમાં મિશ્ર પરિણામોને કારણે હેલ્થ ને હેલ્થકેરમાં એનો કાર્યક્રમ આગળ વધાર્યો છે. કંપનીની મહત્ત્વાકાંક્ષા અલ્ગોરિધમ માટે રોગોને ઓળખતા ટૂલ્સને વિકસાવવાની છે. જોકે કંપનીની વ્યૂહરચના અપેક્ષિત નહીં નીવડતાં કંપનીએ હેલ્થ વિભાગને ઓગસ્ટ, 2021માં બંધ કર્યો હતો અને કર્મચારીઓને વિવિધ વિભાગોમાં મૂકી દીધા હતા, જેથી વિભાગના વડાએ કંપની છોડી દીધી હતી.

પટેલ આલ્ફાબેટમાં અને ફેડરલ રેગ્યુલેટરી એજન્સીમાં નિયુક્તિ પામનાર પહેલી વ્ચક્તિ છે. જોકે હાલમાં FDA કમિશનર રોબર્ટ કાલિફ એ આલ્ફાબેટના ભૂતપૂર્વ સિનિયર સલાહકાર હતા.