સેન્સેક્સમાં 1344 પોઇન્ટનો ઉછાળોઃ LICના શેરોનું નબળું લિસ્ટિંગ

અમદાવાદઃ મેટલ, ઓટો અને બેકિંગ શેરોમાં જોરદાર લેવાલીને લીધે નિફ્ટી 50 ઇન્ડેક્સ 2.6 ટકા વધીને 16,259.30ના મથાળે બંધ રહ્યો હતો. મિશ્ર વૈશ્વિક સંકેતોની વચ્ચે નિફ્ટી તેજીમાં ખૂલ્યો હતો અને એકતરફી તેજીએ 16,200ની ઉપર બંધ રહ્યો હતો. બીજી બાજુ, સેન્સેક્સ પણ 1350 પોઇન્ટ ઊછળ્યો હતો. જેથી BSEમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં આશરે 11.5 લાખ કરોડનો વધારો થયો હતો. જોકે આજે દેશની સૌથી મોટી ઇન્સ્યોરન્સ કંપની LICનું લિસ્ટિંગ નબળું રહ્યું હતું.ભારતીય શેરબજારોમાં LICનું લિસ્ટિંગ આઠ ટકાએ ડિસ્કાઉન્ટે થયું હતું. LICના શેર સવારે રૂ. 872 પર ખૂલ્યા હતા. ઊંચામાં આ શેર રૂ. 920નો ટોપ બનાવ્યો હતો અને ટ્રેડિંગ સેશનના અંતે રૂ. 875.45ના મથાળે બંધ રહ્યો હતો. જેથી નફો બુક કરવાની રાહ જોતા રોકાણકારોને નિરાશા હાથ લાગી હતી.
શેરબજારમાં લાર્જ કેપ શેરોમાં જોરદાર તેજી હતી. સેન્સેક્સમાંના 30 શેરો તેજી સાથે બંધ થયા હતા.
બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ જ્યાં સુધી નિફ્ટી 15,900ના સ્તરની ઉપર રહેશે, ત્યાં સુધી શેરોમાં તેજીનું વલણ જોવા મળશે, પણ જોકોઈ કારણસર એની નીચે બંધ આવશે તો શેરોમાં વેચવાલી જોવા મળે એવી શક્યતા છે. નિફ્ટીમાં ઉપરમાં 16,500 16,666 સુધી જવાની શક્યતા છે.

BSEમાં લિસ્ટેડ કંપનીઓનું એમ-કેપ આશરે રૂ. 2,43,49,924થી વધીને રૂ. 2,55,08,095.62 કરોડ થયું હતું. જેથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 11.5 લાખ કરોડનો વધારો થયો હતો.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]