કોકા-કોલા વૈશ્વિક સ્તરે 2200 નોકરીઓમાં કાપ મૂકશે

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાએ વિશ્વનો નકશો બદલી દીધો છે. કોરોનાને પગલે વિશ્વભરમાં સ્કૂલ, થિયેટર, બાર અને સ્ટેડિયમ બંધ છે. જોકે હવે ધીમે-ધીમે બધું ખૂલી રહ્યું છે, પણ ઝડપ હજી ધીમી છે. કોલ્ડ ડ્રિન્ક બનાવતી કંપની કોકા-કોલા વિશ્વભરમાં કંપનીમાં 2200 નોકરીઓમાં કાપ મૂકી રહી છે, જેમાં અમેરિકાની 1200 નોકરીઓ પણ સામેલ છે. કંપનીના ત્રીજા ત્રિમાસિક ગાળામાં 33 ટકા ઘટાડા સાથે 1.7 અબજ ડોલરનો નફો થયો છે. કંપનીની આવક નવ ટકા ઘટી 8.7 અબજ ડોલર રહી છે.  કંપનીએ કુલ કર્મચારીઓમાંથી 2.5 ટકા કાપમાં મૂક્યો છે. વર્ષના પ્રારંભમા કોકમાં આશરે 86,200 કર્મચારી હતા, જેમાં અમેરિકામાં 10,400 કર્મચારીઓ પણ સામેલ હતા. કંપનીએ કહ્યું હતું કે અને એક સંગઠનાત્મક માળખું બનાવવાની પ્રક્રિયામાં છીએ, જે ગ્રાહકોની જરૂરિયાતો અને વ્યવહારોને સંબોધિત કરશે. કોરોના રોગચાળો અમારા પરિવર્તનોને કારણે નહોતી, પણ આ કંપની આ ક્ષેત્રમાં ઝડપથી વધવાનું મુખ્ય કારણ રહ્યું છે.

આ નવા પગલા પછી કંપનીએ ઓગસ્ટમાં ઉત્તરી અમેરિકીના વર્ક ફોર્સ- આશરે 40 ટકા કર્મચારીઓને કેટલીક ચુકવણી કરીને બહારનો રસ્તો બતાવ્યો હતો. એ દરમ્યાન કંપનીએ આવનારા મહિનાઓમાં વધુ છટણી કરવાના સંકેત આપ્યા હતા. ચીની પેય પદાર્થોના અન્ય નિર્માતાઓની જેમ કોક વપરાશકર્તાઓના ટેસ્ટ બદલી રહી છે, કેમ કો સ્વાદમાં સેલ્ટજર્સ જેવાં ઉત્પાદનો લોકપ્રિયતા હાંસલ કરી રહ્યા છે.

વળી, જાહેર સ્થળોએ શટડાઉન પણ છે, જે એના વેચાણ માટે જવાબદાર છે. કંપનીએ કહ્યું હતું કે વર્કફોર્સમાં 35 કરોડ ડોલરથી 55 કરોડ ડોલરનો ખર્ચ આવશે. કંપનીએ કહ્યું હતું કે એ વાર્ષિક બચત જેટલી રકમ હશે. કંપનીના શેરમાં આ વર્ષે 3.8 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.