બેન્ક ચેકબુક સુવિધા બંધ નહીં થાયઃ સરકારની સ્પષ્ટતા

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે બેન્ક ચેકબુક સુવિધાને બંધ કરવાનો કોઈ પ્રસ્તાવ નથી.
મંત્રાલયે એમ પણ કહ્યું છે કે કેન્દ્ર સરકાર સ્પષ્ટપણે જણાવી દે છે કે ચેકબુક પ્રથાને બેન્કિંગ સેવામાંથી રદ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.

અમુક એવા મિડિયા અહેવાલો હતા કે કેન્દ્ર સરકાર ડિજિટલ સોદાઓને ઉત્તેજન મળે એ માટે નજીકના ભવિષ્યમાં બેન્ક ચેકબુક સુવિધા રદ કરે એવી શક્યતા છે.

પરંતુ હવે સરકારે સત્તાવાર રીતે એ અહેવાલોને રદિયો આપ્યો છે.