સીડીએસએલ છ-કરોડ ડિમેટ-એકાઉન્ટ ખોલનારી દેશની પ્રથમ ડિપોઝિટરી

મુંબઈ: સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ (ઈન્ડિયા) લિમિટેડ (સીડીએસએલ) છ કરોડ ડિમેટ ખાતાં ખોલનારી ભારતની સૌપ્રથમ લિસ્ટેડ ડિપોઝિટરી  બની છે. સીડીએસએલની આ સિદ્ધિની ઉજવણી માટે એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં સેબીના પૂર્ણ સમયના મેમ્બર અનંત બરૂઆ મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા અને બજારની ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ્સના ટોચના અધિકારીઓ તેમાં હાજર રહ્યા હતા.

આ પ્રસંગે અનંત બરૂઆએ સીડીએસએલને અભિનંદન આપતાં કહ્યું કે ડિમટીરિયલાઈઝેશન ફિઝિકલ શેર્સ સંબંધિત મુશ્કેલીઓનું પરિણામ છે. દેશની સિક્યુરિટીઝ બજારો સલામત, સરળ, સગવડપૂર્ણ બની છે અને સીડીએસએલની સિદ્ધિ મહત્ત્વપૂર્ણ છે. બધી માર્કેટ ઈન્ફ્રસ્ટ્રક્ચર સંસ્થાઓના છેલ્લાં બે વર્ષના સહિયારા પ્રયત્નોનું આ પરિણામ છે. તેમણે પૂરી પાડેલી સુવિધાઓને પગલે આ શક્ય બન્યું છે. નવા રોકાણકારોમાં જાગૃતિ લાવવાની આવશ્યકતા છે, એમ તેમણે કહ્યું હતું.

સીડીએસએલના ચેરમેન બી.વી. ચૌબલે કહ્યું કે વધુ નવાં ડિમેટ એકાઉન્ટ ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં ખૂલી રહ્યાં છે, જે દર્શાવે છે કે દેશનું મૂડીબજાર વિસ્તરી રહ્યું છે. ભલે છ કરોડ ડિમેટ એકાઉન્ટની સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે પરંતુ દેશની વસતિના પ્રમાણમાં આ આંકડો નાનો છે અને દેશની ઘણી વસતિ હજી મૂડીબજારથી દૂર રહી છે એ જોતાં વિકાસની ઘણી શક્યતા છે.

સીડીએસએલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ નેહલ વોરાએ આ પ્રસંગે કહ્યું કે અમે છ કરોડ ખાતાંની સિદ્ધિનો અમને ગર્વ છે. 1990થી શરૂ થયેલા ડિજિટલાઈઝેશન બાદ આ આનંદ અને ગર્વની ક્ષણ છે, જેમાં સંપૂર્ણ સિક્યુરિટીઝ બજારના સંપૂર્ણ માહોલ બદલાયો છે. આ સિદ્ધિમાં બજાર નિયામક સેબીની દીર્ઘ દૃષ્ટિનું પણ યોગદાન છે. રોકાણકારોએ અમારામાં મૂકેલા વિશ્વાસ બદલ અમે તેમના ઋણી છીએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]