1 એપ્રિલ 2018થી બદલાશે ઈનકમ ટેક્સના 8 નિયમ

નવી દિલ્હીઃ આ વર્ષે બજેટમાં નાણાપ્રધાન અરૂણ જેટલીએ ઈનકમ ટેક્સ સ્લેબ્સ તો ન બદલ્યા પરંતુ અન્ય કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જરૂર કર્યા. શેર અને શેર આધારિત ફંડથી કમાણી પર લોન્ગ ટર્મ કેપિટલ ગેસ ટેક્સ લગાવવાથી લઈને વરિષ્ઠ નાગરિકોને અલગ-અલગ પ્રકારે રાહત આપવા સુધી જેટલીએ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરી. બજેટ 2018ના મોટાભાગના પ્રસ્તાવો 1 એપ્રિલથી લાગુ થઈ જશે. એક નજર કરીએ ઈનકમ ટેક્સ સાથે જોડાયેલા કેટલાક ફેરફારો પર…

બજેટ 2018માં નાણાપ્રધાન અરૂણ જેટલીએ પગારદારો અને પેન્શનદારોને 40 હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ આપ્યો છે. જો કે 19,200 રૂપિયાના ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને 15,000 રૂપિયાના મેડિકલ રીએંબેસમેન્ટની સુવિધા પાછી ખેંચી લેવામાં આવી છે.

1 એપ્રિલ 2018થી આશરે 1 વર્ષના હોલ્ડિંગ વાળા શેરો અથવા ઈક્વિટી મ્યૂચુઅલ ફંડ દ્વારા થયેલી 1 લાખ રૂપિયાથી વધારેની કમાણી પર 10 ટકા લોન્ગ ટર્મ કેપિટલ ગેસ ટેક્સ લાગુ થઈ જશે. જો કે આને 31 જાન્યુઆરી 2018 સુધી થયેલા નફાના ટેક્સથી મુક્ત રાખવામાં આવ્યું છે. આનો સીધો અર્થ એ થાય કે 1 ફેબ્રુઆરી બાદથી શેરો અથવા ઈક્વિટી મ્યૂચુઅલ ફંડમાં આવેલા વધારામાંથી 1 લાખ રૂપિયા ઘટાડીને જ ટેક્સ આપવો પડશે.

કેટલાક વર્ષો સુધી ઈન્શ્યોરન્સની રકમ આપતાં રહેવા પર હેલ્થ ઈન્શ્યોરન્સ કંપનીઓ કેટલાક અંશે ડિસ્કાઉન્ટ આપે છે. પહેલા વીમો લેનારા વ્યક્તિ 25 હજાર રૂપિયા સુધીની રકમ પર જ ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકતા હતા. પરંતુ આ બજેટમાં એક વર્ષમાં સિંગલ પ્રીમિયમ હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસીઝ પર વીમા અવધીમાં છૂટ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. બે વર્ષના ઈન્શ્યોરન્સ કવર માટે 40 હજાર રૂપિયા આપવા પર ઈન્શ્યોરન્સ કંપનીઓ જો 10 ટકા ડિસ્કાઉંટ આપે છે. તો તમે બંન્ને વર્ષ 20-20 હજાર રૂપિયાનું ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]