બજેટ-2024: નાણાપ્રધાન સીતારામનનું મહિલાઓ પર રહેશે ફોકસ

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થયું છે. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ છે. નાણાપ્રધાન વચગાળાના બજેટમાં મહિલા ખેડૂતો પર ધ્યાન કેન્દ્રિત કરે એવી શક્યતા છે. મહિલા ખેડૂતોની સમ્માન નિધિ બે ગણી થઈ શકે છે, એ સાથે તેમને લોનો પણ અન્યની તુલનાએ એક ટકા ઓછા દરોએ મળશે.

આ વર્ષે વચગાળાના બજેટમાં ખેડૂતો પર ફોકસ હશે. પુરષ ખેડૂતોને પ્રતિ વર્ષે રૂ. 9000 મળે એવી જાહેરાતની સંભાવના છે. હાલ સરકાર આ યોજના હેઠળ ખેડૂતોને બેન્ક અકાઉન્ટમાં પ્રતિ વર્ષ રૂ. 6000 ટ્રાન્સફર કરે છે. આ પ્રકારે અન્નદાતાઓને હવે રૂ. 3000નો વધારાનો લાભ મળી શકે. આ સિવાય મહિલા ખેડૂતોને માટે રકમ રૂ. 12,000 કરવામાં આવે એવી શક્યતા છે. સમ્માન નિધિ વધવા પર સરકારનો ખર્ચ નહીં વધે. મહિલા ખેડૂત સશક્તીકરણ પર ભાર રહેશે. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર દરેક સંભવ પ્રયાસ કરશે.

સરકાર સમયાંતરે માત્ર બે હેક્ટરની જમીનવાળા ખેડૂતોને લાવવામાં આવશે, પરંતુ ત્યાર બાદ સરકારે આ યોજનામાં બધા ખેડૂતો માટે લાગુ કરી દીધી હતી. આ ઉપરાંત મહિલા ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં પ્રાથમિકતા રહેશે. ખેડૂતો માટે સસ્તા દરોએ જીવન વીમાની યોજના પણ સંભવ છે. એગ્રી વેસ્ટ માટે પ્રાથમિકતાથી ઋણ પરાલી મેનેજમેન્ટ માટે વિશેષ ઇન્સેન્ટિવ આપવામાં આવે એવી શક્યતા છે.