વિસ્તારાયેલી મૂડી પર બીએસઈનું શેરદીઠ રૂ.13.50નું અંતિમ-ડિવિડંડ

મુંબઈ તા. 11 મે, 2022: બીએસઈએ નાણાકીય વર્ષ 2021-22 માટે બોનસ ઈશ્યુ મારફતે વધારાયેલી ઈક્વિટી મૂડી પર રૂ.2ની મૂળ કિંમતના ઈક્વિટી શેરદીઠ રૂ.13.50નું અંતિમ ડિવિડંડ જાહેર કર્યું છે.

કોન્સોલિડેટેડ અને વહેંચણીપાત્ર નફો આગલા વર્ષના રૂ.144.90 કરોડથી 76 ટકા વધીને રૂ.254.33 કરોડ થયો છે.

31 માર્ચ, 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના અંતે કોન્સોલિડેટેડ કાર્યકારી નફો રૂ.38.84 કરોડથી પાંચ ગણો વધીને રૂ.213.14 કરોડ થયો છે. બીએસઈનું સરેરાશ દૈનિક ટર્નઓવર નાણાકીય વર્ષ 2022માં 29 ટકા વધીને રૂ.5,396 કરોડ થયું છે.

બીએસઈનાં નાણાકીય પરિણામ અંગે ટિપ્પણ કરતાં બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષકુમાર ચૌહાણે કહ્યું કે છેલ્લાં થોડાં વર્ષોથી અમે સંસ્થાઓ અને રોકાણકારો માટે એવાં પ્રોડક્ટ્સ અને માર્કેટ્સ સ્થાપવાનો વ્યૂહ વિકસાવ્યો છે કે જે બધી આર્થિક પરિસ્થિતિઓમાં વિકાસ કરી શકે એટલે બીએસઈ સાચા અર્થમાં ઓલ વેધર એક્સચેન્જ તરીકે ઊભર્યું છે. નાણાકીય વર્ષ 2023ના પ્રારંભે અમે વિવિધ અસ્ક્યામતોના વર્ગના પ્રવાહોનો લાભ ઉઠાવવા સક્ષમ છીએ અને અમારી સમક્ષની ઘણી તકોને ઝડપી લેવા પર અને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.