મુંબઈ તા. 1 ડિસેમ્બર, 2022: બીએસઈ સ્ટાર એમ એફ પર નવેમ્બર મહિનામાં ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા વધીને 2.32 કરોડની વિક્રમ સપાટીએ પહોંચI હતી. ઓક્ટોબર, 2022માં 2.10 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા.
આગલા નાણાકીય વર્ષ (2021-22) દરમિયાન 18.47 કરોડ ટ્રાન્ઝેક્શન્સ આખા વર્ષમાં થયા હતા. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ આઠ જ મહિનામાં આગલા વર્ષના 88 ટકા ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા હાંસલ કરવામાં આવી છે. નવેમ્બર 2022માં ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા ઓક્ટોબર મહિનાના 2.10 કરોડની તુલનામાં 10 ટકા વધીને 2.32 કરોડ થઈ છે, જ્યારે નવેમ્બર 2021ની તુલનામાં 38 ટકા વધી છે.
નવેમ્બર, 2022માં નેટ ઈક્વિટી ઈન્ફ્લો ઓક્ટોબર ૨૦૨૨ના રૂ.4397 કરોડ અને નવેમ્બર 2021ના રૂ.6,557 કરોડની સામે રૂ.3,704 કરોડ રહ્યો છે. આ વર્ષના નવેમ્બરમાં રૂ.274 કરોડના 11.33 સિસ્ટેમટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) રજિસ્ટર થયા હતા. આ વર્ષે નવેમ્બરમાં ટર્નઓવર ઓક્ટોબર મહિનાની તુલનાએ 21 ટકા વધીને રૂ.34,312 કરોડ થયું છે.
આ સિવાય મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર્સ નેટવર્ક અનેક ગણું વધીને નવેમ્બર 2022ના અંતે 73,899 થયું છે.
