સ્ટાર્ટઅપના લિસ્ટિંગને વેગ આપવા BSEનો IIT એલ્યુમ્ની કાઉન્સિલ સાથે કરાર

મુંબઈઃ દેશના અગ્રણ્ય અને ઝડપી એક્સચેન્જ BSEએ સ્ટાર્ટઅપના લિસ્ટિંગ કલ્ચરને વેગ આપવા અને વધુને વધુ રોકાણકારોને આકર્ષવા સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મને વધુ સક્ષમ બનાવવા માટે આઈઆઈટી એલ્યુમ્ની કાઉન્સિલ સાથે સમજૂતી કરાર કર્યો છે. આ એલ્યુમ્ની વિશ્વની સૌથી મોટી બોડી છે, જેમાં સૌથી અધિક શહેરોમાં ઉપસ્થિતિ ધરાવતી 23 આઈઆઈટીઝ છે. BSE અને આઈઆઈટી એલ્યુમ્ની પીઈ ઈન્વેસ્ટર્સ માટે પારદર્શિતા, વધુ સારો વહીવટ, શેર પ્રાઈસ માટેની બજારની શોધ અને રિટેલ સામેલગીરી સક્ષમ બનાવશે.

આઈઆઈટી એલ્યુમ્ની કાઉન્સિલના પ્રેસિડેન્ટ અને ચીફ વોલન્ટીયર રવિ શર્માએ કહ્યું, અમને દેશના સૌથી મોટા અને જૂના સ્ટોક એક્સચેન્જ સાથે હાથ મિલાવવાનો આનંદ છે. આઈઆઈટી એલ્યુમ્ની કાઉન્સિલ સ્ટાર્ટઅપ્સની લિસ્ટિંગ પ્રક્રિયાને સમય અને ખર્ચની દૃષ્ટિએ ઉત્તમ પદ્ધતિઓ અપનાવી વધુ સક્ષમ બનાવશે કે જેથી વધુને વધુ રોકાણકારોને આકર્ષી શકાશે. એ ઉપરાંત અમે એન્કર ઈન્વેસ્ટર્સ અને માર્કેટ મેકર્સના કામકાજ માટે અમારા સહયોગીઓને પ્રોત્સાહિત કરીશું.

આ પ્રસંગે BSEના એમજી અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણે કહ્યું કે BSE હંમેશ એસએમઈ અને સ્ટાર્ટઅપ્સને એક્સચેન્જમાં લિસ્ટ થવા માટેની સહાય કરવામાં મોખરે રહ્યું છે.

આ નવી ભાગીદારી સૂચિત સોશિયલ સ્ટોક એક્સચેન્જ માટેની અથથી ઈતિ આવશ્યકતાઓ પૂરી કરશે અને મોટી સંખ્યામાં વેન્ચર કેપિટલ અને પીઈ ફંડ્સને આકર્ષી સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મને વધુ સક્ષમ બનાવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]