મુંબઈ તા.12 ઓક્ટોબર, 2021: બીએસઈએ એસએમઈ ક્ષેત્રમાં ઉપલબ્ધ તકોના વિસ્તાર માટે બિઝનેસ લીડરશિપ લીગ (બીએલએલ) સાથે જોડાણ કર્યું છે. એસએમઈ અને સ્ટાર્ટઅપ્સ પ્લેટફોર્મ્સ ધરાવનાર બીએસઈનું એસએમઈ પ્લેટફોર્મ 61 ટકાનો બજાર હિસ્સો ધરાવે છે. અત્યાર સુધીમાં 351 કંપનીઓનું લિસ્ટીંગ ધરાવતા આ પ્લેટફોર્મને અધિક સફળ બનાવવા એસએમઈઝના ફોરમ બિઝનેસ લીડરશિપ લીગ સાથે હાથ મિલાવાયા છે.
બીએલએલ સાથે કરવામાં આવેલા સમજૂતી કરાર હેઠળ મેમ્બર એસએમઈઝમાં લિસ્ટિંગના લાભો અંગેની જાગૃતિ લાવવામાં આવશે. આ માટે ઓનલાઈન અને ઓફ્ફલાઈન પ્રોગ્રામ્સ યોજવામાં આવશે. બીએસઈ એસએમઈ આ કરાર હેઠળ બીએલએલની નોલેજ ભાગીદાર બની રહેશે.
આ પ્રસંગે બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ્સના હેડ અજય ઠાકુરે કહ્યું કે આ જોડાણથી અમે બીએલએલના બહોળી સંખ્યાના મેમ્બરો સુધી પહોંચી શકીશું અને દેશભરનાં મોટી સંખ્યાનાં એસએમઈઝને લિસ્ટિંગના લાભ ઓફર કરી શકીશું. આ સમજૂતી કરારનો હેતુ એસએમઈઝને પર્યાપ્ત માહિતી અને અસરકારક કામગીરી માટે આવશ્યક ઘણા વિષયોની માહિતી પૂરી પાડવાનો છે.
બીએલએલના સીઈઓ અને સ્થાપક શ્વેતપદ્મ મોહંતીએ કહ્યું કે બીએસઈ સાથેના આ સમજૂતી કરાર દેશની વેપાર સંસ્કૃતિને પ્રભાવિત કરવા માટેની પહેલ છે. વેપારે તેની સંભાવનાઓને ચકાસવી આવશ્યક છે અને તે માટે ભંડોળના યોગ્ય સ્રોત મહત્ત્વના છે.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 351મી કંપની પ્રોમેક્સ પાવર લિસ્ટ થઈ
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 351મી કંપની પ્રોમેક્સ પાવર લિ. લિસ્ટ થઈ છે. કંપનીએ રૂ.10ની મૂળ કિંમતના 16,00,000 ઈક્વિટી શેર્સ રૂ.10ની કિંમતે ઓફર કરીને કુલ રૂ.1.60 કરોડ એકત્ર કર્યા હતા.
પ્રોમેક્સ પાવર લિ. પંજાબ સ્થિત કંપની છે. કંપની ઈલેક્ટ્રિફિકેશન, સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ પ્રોજેક્ટ્સ માટે એન્જિનિયરિંગ કંસ્ટ્રક્શનમાં કાર્યરત છે.