બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં રૂ. 676 કરોડનું ટર્નઓવર થયું

મુંબઈ – બીએસઈના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગુરુવારે કુલ રૂ. 676.74 કરોડનું ટર્નઓવર થયું હતું. કુલ 3,493 સોદાઓમાં 6,545 કોન્ટ્રેક્ટનાં કામકાજ થયાં હતાં. કુલ 25,52,739 કોન્ટ્રેક્ટ્સના ઓપન ઈન્ટરેસ્ટ રહ્યા હતા.

ઈન્ડેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.238.44 કરોડના 2,246 સોદામાં 2,328 કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ઓપન ઈન્ટરેસ્ટ 503 કોન્ટ્રેક્ટ્સ હતા.

ઈન્ડેક્સ કોલ ઓપ્શનના ટ્રેડ થયેલા 837 સોદામાં 3,308 કોન્ટ્રેક્ટ સાથે રૂ.345.76 કરોડનું કામકાજ થયું હતું અને ઈન્ડેક્સ પુટ ઓપ્શનના ટ્રેડ થયેલા 383 સોદામાં 882 કોન્ટ્રેક્ટ સાથે રૂ.90.62 કરોડનું કામકાજ થયું હતું.

ઈક્વિટી ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1.92 કરોડના 27 સોદામાં 27 કોન્ટ્રેક્ટ્સનાં કામકાજ થયાં હતાં. ગુરુવારે સેન્સેક્સ ગઈ કાલના 40,850.29ના બંધથી 70.70 પોઈન્ટ (0.17 ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ 40,988.14 ખૂલી, ઊંચામાં 41,002.41 સુધી અને નીચામાં 40,720.17 સુધી જઈ અંતે 40,779.59 બંધ રહ્યો હતો.