મુંબઈ તા.22 જુલાઈ, 2020: દેશના અગ્રણી એક્સચેન્જ BSEએ નવી મુંબઈ ખાતે નિયુક્ત વેરહાઉસમાં કોચલા સહિતની બદામના ફ્યુચર્સની આશરે 16000 કિલોની સૌપ્રથમ ડિલિવરી સફળતાપૂર્વક પાર પાડી હતી. BSEએ 22 જૂન, 2020ના રોજ વિશ્વના એકમાત્ર આલમોન્ડ ઈન શેલના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ લોન્ચ કર્યા હતા અને તેની ડિલિવરી પાર પાડી હતી. કોન્ટ્રેક્ટનું 1000 કિલોના ગુણાંકમાં ટ્રેડિંગ થાય છે અને કોન્ટ્રેક્ટની મહત્ત્મ સાઈઝ 20,000 કિલો છે. આ કોન્ટ્રેક્ટ સંદર્ભ તરીકે નવી મુંબઈની APMCના ભાવને લે છે.
ગુણવત્તા FSSAIનાં ધોરણો અનુસારની હોય છે. એક્સચેન્જી આ સિદ્ધિ વિશે BSEના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે કહ્યું કે પ્રથમ વાર કોચલા સહિતની બદામના બીએસઈ ફ્યુચર્સ આધારિત બજાર પ્રમાણે ભાવ નક્કી કરવામાં આવ્યા અને ડિલિવરી કરવામાં આવી, જેથી બધા સહભાગીઓને વધુ પારદર્શિતા, પ્રવાહિતા, વેપારની સરળ સુવિધા પ્રાપ્ત થઈ છે. આ ઘટના ભારતમાં કોમોડિટી ડેરિવેટિવ્ઝ બજારને વધુ સક્ષમ બનાવવાની BSEની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
