ફિઝિકલ ગોલ્ડ ડિલિવરીમાં બીએસઈની જ્વલંત સફળતા

મુંબઈ, 3 જાન્યુઆરી, 2022: દેશના બીજા ક્રમાંકના સૌથી મોટા કોમોડિટી એક્સચેન્જ બીએસઈએ જાહેર કર્યું છે કે તેણે  ‘ઓપ્શન્સ ઇન ગુડ્સ’ ફ્રેમવર્ક પર તેના ડિસેમ્બર મેચ્યોરિટી ગોલ્ડ મિની કોન્ટ્રાક્ટની ફિઝિકલ ગોલ્ડ ડિલિવરી સફળતાપૂર્વક પાર પાડી છે. જૂન 2020 માં કોન્ટ્રાક્ટ શરૂ થયા પછી સતત 14મા મહિને ગોલ્ડની ડિલિવરી થઈ છે. અમદાવાદ, ગુજરાતમાં એક્સચેન્જ નિયુક્ત વૉલ્ટમાં બહુવિધ સભ્યોની સામેલગીરીને પગલે મોટા પ્રમાણમાં ડિલિવરી સંપન્ન થઈ હતી.

આ સિદ્ધિ પર ટિપ્પણી કરતાં, બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસર સમીર પાટીલે જણાવ્યું હતું કે, ” ભૌતિક બજાર તેની સોનાની જરૂરિયાતો સંતોષવા માટે બીએસઈ પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યું છે તે ખરેખર ખૂબ જ પ્રોત્સાહક ઘટના છે. આ દર્શાવે છે કે બીએસઈ મેમ્બર્સની જરૂરિયાતો સંતોષવા સુગમ સેટલમેન્ટ ફ્રેમવર્ક સહિત ખર્ચની દૃષ્ટિએ કાર્યક્ષમ યંત્રણા અને ઉત્તમ ભાવશોધન પ્લેટફોર્મ પૂરું પાડવા કટિબદ્ધ છે.

બીએસઈનું ઓપ્શન્સ ઈન ગુડ્સ ટ્રેડિંગ સહિતનું ટ્રેડિંગ પ્લેટફોર્મ  જ્વેલર્સ, બુલિયન ડીલર્સ અને અન્ય  બજાર સહભાગીઓ માટે અત્યંત ફાયદાકારક અને ખર્ચ કાર્યક્ષમ સાબિત થયું છે. તે તેમને માત્ર તેમની કિંમતના જોખમને હેજ કરવાની જ નહીં પરંતુ કરારની સમાપ્તિ પર ડિલિવરીનો લાભ લેવા માટે પણ સશક્ત બનાવે છે. એક્સચેન્જ પ્લેટફોર્મ પર સિરિયલ-નંબરવાળા ગોલ્ડ બાર્સ ડિલિવર કરવા માટે બીએસઈએ પાર્કર પ્રેશિયસ મેટલ્સ એલએલપી, એમ ડી ઓવરસીઝ પ્રા. લિ., ઑગમોન્ટ એન્ટરપ્રાઇઝ પ્રા. લિ. અને સોવરિન મેટલ્સ લિ.નો પેનલમાં સમાવેશ કર્યો છે.