મુંબઈ તા.11 નવેમ્બર, 2021: દેશના અગ્રણી એક્સચેન્જ બીએસઈએ દેશ ભરનાં માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઈ) અને સ્ટાર્ટ-અપ્સના લિસ્ટિંગને ઉત્તેજન આપવા ઓલ ઈન્ડિયા એમએસએમઈ એસોસિયેશન (એઆઈએમએ એમએસએમઈ) સાથે સમજૂતી કરાર કર્યો છે. આ સમજૂતી કરાર હેઠળ એઆઈએમએ એમએસએમઈ બીએસઈ એસએમઈ બોર્ડમાં લિસ્ટિંગ માટે એસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સના મૂલ્યાંકનમાં સહાય કરશે. આ બંને સંસ્થાઓ દેશભરમાં બીએસઈ એસએમઈ બોર્ડમાં લિસ્ટિંગ વિશે જાગૃતિ ફેલાવવા માટે સંયુક્તપણે કાર્યક્રમો યોજશે.
બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ્સના હેડ અજય ઠાકુરે આ પ્રસંગે કહ્યું કે અમે અત્યારે એમએસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સમાં ઉછાળો આવ્યો હોવાનું જોઈ રહ્યા છીએ અને તેમના માટે ભંડોળ અત્યંત આવશ્યક છે. આથી આપણે તેમને ઈક્વિટી ભંડોળવા સ્રોત અંગે વાકેફ કરીએ તે મહત્ત્વનું છે અને આ જોડાણ એ કરી શકે એમ છે, જેના દ્વારા વધુને વધુ રોકાણકારો લિસ્ટેડ એમએસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા આગળ આવશે.
એઆઈએમએ એમએસએમઈના પ્રેસિડેન્ટ અવિનાશ દલાલે કહ્યું કે આ કરાર દેશના એમએસએમઈ ક્ષેત્રના વિકાસ અને વૃદ્ધિ પ્રતિની અમારી નિષ્ઠા દર્શાવે છે. અમારો ઈરાદો દેશના અર્થતંત્રને પાંચ ટ્રિલ્યન ડોલરનું બનાવવાના સપનાને સિદ્ધ કરવાની દિશામાં મહત્તમ યોગદાન આપવાનો છે.