મુંબઈ: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર બિલવિન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ લિસ્ટ થઈ છે એ સાથે આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 323 થઈ છે.
બિલવિન ઈન્ડસ્ટ્રીઝે રૂ.10ની મૂળ કિંમતના 6,66,000 ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.37ની કિંમતે રોકાણકારોને ઓફર કર્યા હતા. તેનો રૂ.2.46 કરોડનો પબ્લિક ઈશ્યુ સફળતાપૂર્વક 22 જૂન, 2020ના રોજ સંપન્ન થયો હતો.
બિલવિન ઈન્ડસ્ટ્રીઝ મુંબઈસ્થિત કંપની છે જે લાઈફ જેકેટ્સ, ઈન્ફ્લેટેબલ બોટ્સ અને રેઈનવેર માટેની રક્ષણાત્મક ગીયરનું ઉત્પાદન કરે છે. કંપનીનાં પ્રોડક્ટ્સમાં રેઈનવેર કોટ, રકસેક, લાઈફ જેકેટ્સ, વિન્ટર જેકેટ્સ, ઈન્ફ્લેટેબલ બોટ્સ ડિંગીસ, રિવર રાફ્ટ બોટ, સ્લીપિંગ બેગ્સ, ફેસિયલ માસ્ક અને પલ્સર જેકેટનો સમાવેશ થાય છે.
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 323 કંપનીઓએ અત્યાર સુધીમાં બજારમાંથી રૂ.3,322.94 કરોડ એકત્ર કર્યા છે અને તેમનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન 30 જૂન, 2020ના રોજ રૂ.17,117.52 કરોડ છે. બીએસઈ આ ક્ષેત્રમાં 60 ટકા બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.