નવી દિલ્હીઃ બજાજ ઓટોએ ભારતમાં પોતાના 2019 Pulsar 150 નિયોન કલેક્શનને લોન્ચ કરી દીધું છે. કંપનીએ આની કીમત 64,998 રુપિયા રાખી છે.
નવા પલ્સર 150 નિયોન કલેક્શનને નવા કલર્સ અને ગ્રાફિક્સ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. નિયોન કલેક્શન માત્ર રિયર ડ્રમ બ્રેક વાળા બેઝ ટ્રિમમાં જ ઉપ્લબ્ધ હશે.
મેટ બ્લેક સાથે જે ત્રણ નવા કલર આ બાઈક સાથે ઉપલબ્ધ હશે તેમાં નિયોન રેડ, નિયોન સિલ્વર અને નિયોન યલોનો સમાવેશ થાય છે. આ નિયોન કોન્ટ્રાસ્ટને બાઈકની ચારેય અલગ અલગ – અલગ જગ્યાએ જોઈ શકાય છે. આ કોન્ટ્રાસ્ટ હેડલેમ્પ્સ, રિયર ગ્રેબ રેલ, સાઈડ મેશ પેનલ, ટેન્ક અને ટેલ પર પલ્સર લોગો પર અને વ્હીલ રિમ્સ પર સ્થિત છે.
મિકેનિકલ રીતે બજાજ પલ્સર પહેલા જવી જ છે. આમાં કોઈ બદલાવ જોવા નહી મળે. આમાં 149cc, સિંગલ સિલિન્ડર DTS-i એન્જિન છે જે 13.8bhp નો પાવર અને 13.4Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન સાથે 5 સ્પીડ ગિયરબોક્સનું ઓપ્શન મળી રહ્યું છે.
બ્રેકિંગની દ્રષ્ટીએ બજાજ પલ્સર 150ના ફ્રન્ટમાં 240MM ડિસ્ક અને રિયરમાં 130MM ડ્રમ બ્રેક મળે છે. કંપનીએ અત્યાર સુધી પોતાના આ સેગ્મેન્ટમાં ABS નથી આપ્યું.