બેંકો આધાર પેમેન્ટ સીસ્ટમ બંધ ન કરેઃ UIDAI

નવી દિલ્હીઃ યુઆઈડીએઆઈએ બેંકોને એઈપીએસ બંધ ન કરવા જણાવ્યું છે કારણ કે કલ્યાણકારી લાભ પહોંચાડવામાં  અડચણરુપ બની શકે છે. આ સ્પષ્ટીકરણ તે સમયે આવ્યું કે જ્યારે યૂઆઈડીએઆઈએ ભારતીય સ્ટેટ બેંક દ્વારા ભારતીય રાષ્ટ્રીય ચૂકવણી નિગમને મોકલેલા પત્ર પરથી નોંધ લીધી હતી..

એસબીઆઈએ 19 નવેમ્બર 2018ના પત્રમાં એનપીસીઆઈને આધાર આધારિત ચૂકવણી પ્રણાલી બંધ કરવાની તેની હિલચાલની જાણકારી આપી હતી કારણ કે તેને લાગે છે કે આને ચાલુ રાખવું સુપ્રીમના થોડા સમય પહેલા આવેલા નિર્ણયનું ઉલ્લંઘન છે.યૂઆઈડીએઆઈએ સ્પષ્ટ જણાવ્યું કે એ સુનિશ્ચિત કરવું સરકારની જવાબદારી છે કે લાભાર્થીને કલ્યાણકારી લાભો મળે. તેણે સર્વોચ્ચ ન્યાયાલયના એ આદેશનો હવાલો આપ્યો કે જેમાં કહેવામાં આવ્યું છે કે ઓથેન્ટિકેશનનો ઉદ્દેશ્ય માત્ર એ સુનિશ્ચિત કરવો છે કે લાભ યોગ્ય હાથમાં જાય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]