નવી દિલ્હીઃ એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની કિંમત 16.3 ટકાના વધારાની સાથે દિલ્હીમાં રૂ. 1.41 કિલોદીઠ ઓલટાઇમ હાઇએ પહોંચી છે. વર્ષ 2022માં ATFની કિંમતમાં આશરે 91 ટકા વધી ચૂકી છે. ATFને જેટ ફ્યુઅલ પણ કહેવામાં આવે છે, જેં એવિયેશન ક્ષેત્રે ઉપયોગ થાય છે.
આ પહેલાં IOCએ પહેલી જૂન, 2022એ દિલ્હીમાં ATFની કિંમતમાં 1.3 ટકા ઘટાડીને કિલોલિટરદીઠ રૂ. 1.21 લાખ કરી હતી. ATFની કિંમતમાં આ વર્ષે આ પહેલો ઘટાડો હતો. આ પહેલાં 16 મેએ IOCLએ જેટ ફ્યુઅલ પાંચ ટકા મોંઘું કર્યું હતું, જેથી કિંમત કિલોલિટરદીઠ રૂ. 1.23 લાખ થઈ હતી. જાન્યુઆરીથી અત્યાર સુધી ATFની કિંમત 61.7 ટકાના ભારે વધારા સાથે રૂ. 72,062થી વધીને કિલેલિટરદીઠ રૂ. 1.23 લાખ થઈ ગઈ હતી.વૈશ્વિક સ્તરે એનર્જીની કિંમતોમાં વધારાને પગલે દેશમાં ફ્યુઅલની કિંમતો વધારવામાં આવી છે. રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સપ્લાય ચેઇન ખોરવાતાં અને કોરોના રોગચાળાની અસરમાં ઘટાડો થયા પછી માગ વધતા ક્રૂડ ઓઇલની કિંમતો સતત વધી રહી છે. ભારત તેની ઓઇલની જરૂરિયાતોના 85 ટકા આયાત પર નિર્ભર છે.
એક એરલાઇનના સંચાલન પર કુલ ખર્ચમાં 40 ટકા હિસ્સો જેટ ફ્યુઅલનો હોય છે, જે આ વર્ષે નવી ઊંચાઈએ પહોંચી ગયા છે. જેટ ફ્યુઅલમાં 16 માર્ચે સૌથી વધુ 18.3 ટકા, એક એપ્રિલે બે ટકા, 16 એપ્રિલે 0.2 ટકા અને એક મેએ 3.22 ટકાનો વધારો થયો હતો. રાજ્યોમાં ATFની કિંમતો અલગ-અલગ છે, કેમ કે સ્થાનિક કરો પર એ આધારિત હોય છે.