નવી દિલ્હીઃ અમેરિકાની iફોન ઉત્પાદક કંપની એપલ હૈદરાબાદમાં સ્થિત ફોક્સકોનના પ્લાન્ટમાં વાયરલેસ ઈયરબડ્સ એરપોડનું ઉત્પાદન શરૂ કરશે. ફોક્સકોને હૈદરાબાદ પ્લાન્ટ માટે રૂ. 40 કરોડ ડોલરના મૂડીરોકાણને મંજૂરી આપી છે. ડિસેમ્બર, 2024 સુધી અહીં મોટા પાયે ઉત્પાદન શરૂ થવાની અપેક્ષા છે, એમ સૂત્રોએ કહ્યું હતું.
ફોક્સકોનની હૈદરાબ ફેક્ટરીમાં એરપોડ્સ બનાવવામાં આવશે. iફોન અને ફોક્સકોનને આ સંબંધે મોકલેલા ઈમેઇલનો કોઈ જવાબ નથી આવ્યો.આ પહેલાં અમેરિકી કંપની iફોન ભારતમાં ઉત્પાદન શરૂ કરવાની ઘોષણા કરી ચૂકી છે. બીજી બાજુ ફોક્સકોને કહ્યું હતું કે ભારતમાં કંપનીની યોજનાઓને સાકાર કરવાની સ્થિતિમાં અબજો ડોલરના મૂડીરોકાણની અપાર સંભાવનાઓ છે. કંપનીના ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી યંગ લિયુએ એપ્રિલ-જૂન ત્રિમાસિક પરિણામો પર ચર્ચા કરતાં આ વાત કહી હતી.
iફોન પછી હવે કંપની એરપોડ્સની બીજી શ્રેણી હશે, જે ભારતમાં ઉત્પાદન કરવામાં આવશે. એપલ એરપોડ વિશ્વ સ્તરે TWS (ટુ વાયરલેસ સ્ટિરિયો) બજારમાં અગ્રણી છે. રિસર્ચ કંપની કેનાલિસ અનુસાર ડિસેમ્બર, 2022 ત્રિમાસિકમાં એપલના એરપોડની પાસે TWS બજારમાં આશરે 36 ટકા બજારહિસ્સો હતો. એપલ પછી સેમસંગનો 7.5 ટકા, શાઓમી 4.4 ટકા, બોટ ચાર ટકા અને ઓપ્પો ત્રણ ટકા હિસ્સો છે.
