એપલ નવા વર્ષે વિવિધ નવાં ગેજેટ્સ બજારમાં રજૂ કરશે

વોશિંગ્ટનઃ એપલ નવા વર્ષે અનેક નવાં ગેજેટ્સ બજારમાં મૂકવા માટે સજ્જ થઈ રહી છે, એમ બ્લુમબર્ગના માર્ક ગુરમનનો અહેવાલ કહે છે. વર્જના જણાવ્યાનુસાર કંપની 14 iફોનનાં મોડલ, નવા iપેડનું ગ્રુપ, ત્રણ એપલ વોચનાં મોડલ, મલ્ટિપલ M2  M-અપગ્રેડ્સ મેક્સ, અપડેટેડ એરપોડ્સ પ્રો ઇયરબડ્સ, નવું હોમપોડ અને એપલ ટીવી બજારમાં મૂકશે. આ ઉપરાંત કંપની વિવિધ ડિવાઇસોમાં ચિપ અને એનાં વર્ઝનને બજારમાં મૂકશે.

કંપનીએ આ મહિનાના પ્રારંભે તેના વર્લ્ડવાઇડ ડેવલપર્સ સંમેલનમાં ફ્લેગશિપ M CPUનો ઉપયોગ કરીને માત્ર બે નવાં મેકનો ખુલાસો કર્યો હતો, જેમાં M2 મેક મિની, M2 મેક મિની પ્રો, M2 પ્રો/ M2 મેક્સ 14 અને 16 ઇંચની મેકબુક પ્રો, તેમ જ M2 અલ્ટ્રા/ M2 એક્સ્ટ્રીમ મેક પ્રો સામેલ છે.

કંપનીના રિયલ્ટી હેડગિયર વિશે લાંબા સમયથી અફવા ચાલી રહી છે, જેમાં M2 પ્રોસેસરનો સમાવેશ થા.ય છે. કંપનીની M3 ચિપ વિકસિત થઈ રહી છે અને એ 13 ઇંચ અને 15 ઇંચની મેકબુક એર નોટબુકમાં વપરાય એવી શક્યતા છે, એમ અહેવાલ કહે છે. એપલ આ વર્ષના અંતમાં M2 ટેક્નિકનો ઉપયોગ કરીને 11 ઇંચ અને 12.9 ઇંચ iપેડ પ્રો મોડલ રજૂ કરશે, જ્યારે સામાન્ય iફોન 13માં વપરાતું A15 CPU હશે. આ ઉપરાંત કંપની આગામી બે વર્ષમાં 14થી 15 ઇંચની વચેચેનું એક મોટું iપેડ રજૂ કરશે, એમ અહેવાલ કહે છે.