આઇસી15 ઇન્ડેક્સમાં 812 પોઇન્ટની વૃદ્ધિ 

મુંબઈઃ અમેરિકામાં સ્ટૉક્સ ફ્યુચર્સ વધવાના અંદાજ વચ્ચે ગુરુવારે ક્રીપ્ટોકરન્સીમાં પણ વધારો થયો હતો. બિટકોઇન સુધરીને 39,500 ડોલરની ઉપર પહોંચી ગયો હતો.

જોકે, મેક્રોઈકોનોમિક અને ભૂરાજકીય જોખમોને કારણે ક્રીપ્ટોકરન્સીમાં ઉછાળો મર્યાદિત રહ્યો હતો. કેટલાક રોકાણકારોએ અનિશ્ચિતતાની સ્થિતિમાં સોનામાં રોકાણ કરવાનું ઉચિત માન્યું છે.

કેટલાક અર્થશાસ્ત્રીઓના મતે કડક નાણાં નીતિ અને વધતા ફુગાવાને પગલે અમેરિકામાં આવતા વર્ષ સુધીમાં મંદી આવી જશે.

બિટકોઇનમાં આશરે બે ટકાનો વધારો થયો છે. એ જ રીતે ઈથેરિયમમાં એક ટકાનો વધારો થઈને ભાવ 2,900 ડોલરની આસપાસ ચાલી રહ્યો છે. તમામ મુખ્ય ઓલ્ટરનેટિવ કોઇનમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.40 ટકા (812 પોઇન્ટ) વધીને 58,645 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 57,832 ખૂલીને 58,867 સુધીની ઉપલી અને 56,742 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
57,832 પોઇન્ટ 58,867 પોઇન્ટ 56,742 પોઇન્ટ 58,645 પોઇન્ટ

ડેટાનો સમયઃ 28-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)