મુંબઈઃ શનિવારે મોટા ભાગની ક્રિપ્ટોકરન્સીના ભાવ વધ્યા હતા. રોકાણકારોએ રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા વચ્ચે ક્રિપ્ટોમાં રોકાણ વધાર્યું છે. શુક્રવારે અમેરિકામાં રોજગારના નબળા આંકડાને તથા વધતા ફુગાવાને અનુલક્ષીને ઈક્વિટી માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફેડરલ રિઝર્વ નાણાકીય પ્રવાહિતા ઘટાડી રહ્યું હોવાથી રોકાણકારોએ પોતાની પોઝિશનમાં આવશ્યક ફેરફાર કર્યા છે.
ક્રિપ્ટોમાં જોરદાર ઉછાળો આવતાં અનેક રોકાણકારો ઊંઘતાં ઝડપાયા હતા. એક્સચેન્જોએ લીવરેજ થયેલી પોઝિશન લિક્વિડેટ કરી હતી. આમ છતાં શોર્ટ પોઝિશન કરતાં લોંગ પોઝિશન નીચી હતી, જે દર્શાવે છે કે આ ઉછાળો ટૂંકા સમય પૂરતો છે.
બિટકોઇન હાલમાં 46,600 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે, જે ત્રણ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઈથેરિયમ 3400 ડોલરની નજીક રહ્યો છે, જે ચોવીસ કલાકમાં 6 ટકા વધારો સૂચવે છે. વધેલી અન્ય ક્રિપ્ટોકરન્સીમાં સોલાના, ટેરા, અવાલાંશનો સમાવેશ થાય છે, જે સાતેક ટકા કરતાં વધુ પ્રમાણમાં વધ્યા છે.
ક્રિપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રિપ્ટો ઇન્ડેક્સ – IC15 શનિવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.48 ટકા (2,978 પોઇન્ટ) વધીને 69,436 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 66,457 ખૂલીને 69,680 સુધીની ઉપલી અને 66,043 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.
IC15 ઇન્ડેક્સની હિલચાલ |
|||
ખૂલેલો આંક | ઉપલો આંક | નીચલો આંક | બંધ આંક |
66,457 પોઇન્ટ | 69,680 પોઇન્ટ | 66,043 પોઇન્ટ | 69,436 પોઇન્ટ |
ડેટાનો સમયઃ 2-4-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) |
x