ભારતમાં સક્રિય રહેવા એમેઝોને 1.2-અબજ-ડોલરની લીગલ-ફી ચૂકવી

મુંબઈઃ દુનિયાની સૌથી મોટી માર્કેટોમાંની એક ગણાતા ભારત દેશમાં પોતાની વ્યાપારી કામગીરીઓ ચાલુ રહે તે માટે અમેરિકાની ઈ-કોમર્સ કંપની એમેઝોન કોર્પોરેશને છેલ્લા બે વર્ષમાં લીગલ ફી પેટે 1 અબજ 20 કરોડ ડોલર ખર્ચ્યા છે. ભારતમાં જે તે કંપની દ્વારા કરાતા પબ્લિક એકાઉન્ટ્સ ફાઈલિંગ્સમાંથી મળેલી વિગતો અનુસાર, એમેઝોનની ભારતસ્થિત પેટા-કંપનીઓએ નાણાકીય વર્ષો 2018-19 અને 2019-20માં લીગલ ફી તરીકે રૂ. 8,546 કરોડ ખર્ચ્યા છે. છેલ્લા બે વર્ષમાં કંપનીએ કરેલી રૂ. 42,085 કરોડની આવકનો આ પાંચમો ભાગ અથવા 20 ટકા ભાગ થાય.

એક લીગલ એક્સપર્ટનું કહેવું છે કે કંપનીએ જે લીગલ ફી તરીકે જે ખર્ચો બતાવ્યો છે એ બધો કોમ્પ્લાયન્સ અને કોર્ટ કેસો પાછળનો નહીં હોય, પરંતુ ભારતમાં તેની વ્યાપારી કામગીરીઓ ચાલુ રખાવવા માટેનો પણ હશે. એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ આ મુદ્દે કોઈ સત્તાવાર નિવેદન કર્યું નથી.