જેટ એરવેઝનો $5.5 અબજનો-ઓર્ડર જીતવાની નજીકમાં એરબસ

નવી દિલ્હીઃ માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, જેટ એરવેઝ ઈન્ડિયા લિમિટેડ તરફથી વિમાન કાફલાની ખરીદી માટે રૂ. 5.5 અબજ ડોલરનો જંગી ઓર્ડર જીતવા માટે એરબસ કંપની મોખરે છે. એને કારણે દુનિયામાં ઝડપથી વૃદ્ધિ પામતી એવિએશન માર્કેટમાં યૂરોપીયન વિમાન ઉત્પાદક એરબસનો અંકુશ વધારે મજબૂત બનશે.

એવા અહેવાલો છે કે જેટ એરવેઝ A320 નિઓ અને A220 વિમાનો ખરીદવા માગે છે. આ વિશે ચાલી રહેલી વાટાઘાટ ખાનગી છે. જેટ એરવેઝનો ઓર્ડર મેળવવા અમેરિકાની બોઈંગ પણ રેસમાં છે. જેટ એરવેઝ એક સમયે ભારતમાં ખાનગી ક્ષેત્રની નંબર-1 એરલાઈન હતી. આર્થિક સંકટને કારણે એના વિમાનો અને સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી. ભારત સરકારે નાદારીને લગતા નવા કાયદા ઘડ્યા બાદ જેટ એરવેઝને ઉદ્યોગમાં નવેસરથી ઝંપલાવવાની તક મળી છે.