નવી દિલ્હીઃ ભારતીય ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટ સાથે ડીલ થયા બાદ અમેરિકી કંપની વોલમાર્ટના શેર આજના વ્યાપારમાં 4 ટકાથી વધારે ઘટ્યા છે. ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ પર શેર 4 ટકાથી વધારે તૂટીને 82.12 ડોલરના ભાવ પર પહોંચી ગયા છે.
કંપનીના શેર એક દિવસ પહેલાં 85.75 પ્રતિડોલરના ભાવ પર બંધ થયાં હતાં. 4 ટકા શેર તૂટતાંની સાથે કંપનીના માર્કેટ કેપમાં આશરે 1000 કરોડ ડોલર એટલે કે 67 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. અત્યારે વોલમાર્ટના શેર સ્ટોક એક્સચેંજ પર 85.21 પ્રતિ ડોલરના ભાવ પર વ્યાપાર કરી રહ્યાં છે.
વોલમાર્ટના શેર આ વર્ષે મંગળવાર સુધી 13 ટકા જેટલા તૂટી ચૂક્યા છે. તો આજે તેમાં વધારે ઘટાડો નોંધાયો છે. બે દિવસ પર શેર 85.74 પ્રતિ ડોલરના ભાવ પર બંધ થયા હતા અને કંપનીનો માર્કેટ કેપ આશરે 16,97,758 કરોડ રૂપીયા હતો. તો બુધવારના રોજ શેરના ભાવ 82.12 પ્રતિ ડોલરના ભાવ પર આવતા જ કંપનીનો માર્કેટ કેપ ઘટીને 16,26,078 કરોડ રૂપીયા રહી ગયો હતો. બુધવારના રોજ શેર થોડા વધારે નરમ થયા હતા. વ્યાપાર દરમિયાન શેરે 83.68 પ્રતિડોલરનો હાઈ બનાવ્યો હતો. પરંતુ બાદમાં શેરમાં 4.4 ટકાનો ઘટાડો આવ્યો અને તે 82.12 ડોલર પ્રતિ શેરના ભાવ પર પહોંચી ગયા હતા.
આપને જણાવી દઈએ કે અમેરિકી કંપની વોલમાર્ટે ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટમાં 77 ટકાની ભાગીદારી ખરીદી લીધી છે. આ સોદો 1 લાખ કરોડ રૂપીયાનો રહ્યો હતો. આ દુનિયાની સૌથી મોટી ઈ કોમર્સ ડીલ છે.