લિસ્ટેડ કંપનીઓમાં અલગઅલગ હશે ચેરમેન-MD, નવા નિયમો 2 ફેઝમાં લાગુ થશે

નવી દિલ્હીઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ લિસ્ટેડ કંપનીઓના બોર્ડના નિર્માણની રીતમાં મોટા પ્રમાણમાં બદલાવ કરવાની યોજના બનાવી છે. સેબીએ આ કંપનીઓને ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરની પોસ્ટના વિભાજન અને બોર્ડમાં એક મહિલા સહિત ઓછામાં ઓછા 6 ઈંડિપેન્ડેન્ટ ડાયરેક્ટર્સની નિમણૂક માટે જણાવ્યું છે.

સેબીએ જણાવ્યું છે કે આ બદલાવોને ઘણા ફેઝમાં લાગુ કરવામાં આવશે. આની અંતર્ગત ઈંડિપેન્ડેન્ટ ડાયરેક્ટર્સથી સંબંધિત બદલાવો માટે 1 એપ્રિલ 2019 સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તો ત્યાં જ સીએમડી પોસ્ટના વિભાજન માટે કંપનીઓને વધારે સમય પણ ફાળવવામાં આવ્યો છે જેના માટે 1 એપ્રિલ 2020 સુધીની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સેબીએ કોર્પોરેટ ગવર્નન્સ પર ઉદય કોટક પેનલની 80 પૈકી 40 ભલામણોનો સ્વીકાર કરી લીધો હતો. પેનલે ગત ઓક્ટોબર માસમાં સેબીને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો.

નવા નિયમોમાં સેબીએ રિલેટેડ પાર્ટી ટ્રાંઝેક્શનના ડિસ્ક્લોઝરમાં વિસ્તાર કર્યો છે અને લિસ્ટેડ એન્ટિટીઝ અને તેમની મટિરિયલ સબ્સિડિયરી માટે સેક્રેટરિયલ ઓડિટ્સને અનિવાર્ય કરી દીધી છે. તો આ સીવાય સેબીએ લિસ્ટેડ કંપનીઓને ઓછામાં ઓછી એક મહિલા અને ઓછામાં ઓછા 6 ઈંડિપેન્ડેન્ટ ડાયરેક્ટર્સની નિયુક્તિ માટે આદેશો આપ્યા છે.

હવે સેબીએ આ નિયમોને બે ફેઝમાં લાગુ કરવાના નિર્દેશ જાહેર કર્યા છે. સેબીએ એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે મોટાભાગના બદલાવ 1 એપ્રિલ 2019 અને 1 એપ્રિલ 2020 થી લાગૂ થઈ જશે. નવા નિયમો અંતર્ગત ટોપ 500 લિસ્ટેડ કંપનિઓને સુનિશ્ચિત કરવાનું રહેશે કે 1 એપ્રિલ 2020થી એક નોન એક્ઝીક્યુટિવ ડાયરેક્ટર જ ચેરપર્સન હોય.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]