મુંબઈઃ નવા શરૂ થયેલા વર્ષમાં એર કન્ડિશનર્સ અને રેફ્રિજરેટર્સ તથા અન્ય હોમ અપ્લાયન્સીસની કિંમતમાં 5થી 10 ટકાનો વધારો થશે. આનું કારણ એ છે કે ઉત્પાદકો કાચા માલ પર વધી ગયેલો ખર્ચ ગ્રાહકોના માથે નાખી દેવાના છે. વોશિંગ મશીન્સ જેવા હોમ અપ્લાયન્સીસની કિંમત આ મહિનાના અંતભાગમાં કે માર્ચ સુધીમાં પાંચ-દસ ટકા વધી જશે.
પેનાસોનિક, એલજી, હાયર જેવી કંપનીઓએ તો એમના એસી, ફ્રિઝના ભાવ વધારી જ દીધા છે જ્યારે સોની, હિટાચી, ગોદરેજ જેવી અન્ય કંપનીઓ વર્તમાન ત્રિમાસિકના અંતે ભાવ વધારે એવી ધારણા છે, એમ કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ અપ્લાયન્સીસ મેન્યૂફેક્ચરર્સ એસોસિએશનનું કહેવું છે.